તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:SP યુનિવર્સિટીમાં એલએલબીની પરીક્ષામાં MCQ પદ્ધતિને લઈ હોબાળો, સેનેટ સભ્ય અને વિદ્યાર્થીઓએ થાળી-વાટકા પીટ્યા

આણંદ3 મહિનો પહેલા
  • વિરોધ પ્રદર્શિત કરી રહેલા વિદ્યાર્થીઓને ડીટેઈન કરાયા
  • વિધાર્થીઓ અને યુનિવર્સિટીના સિક્યુરિટી સ્ટાફ વચ્ચે થઈ ધક્કામુક્કી

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા એમસીક્યુ પરીક્ષાની જાહેરાતને લઇ વિવાદ ઉભો થયો છે. આ અંગે સેનેટ સભ્ય અલ્પેશ પુરોહિતે બે દિવસ પહેલા આવેદનપત્ર આપ્યા બાદ ગુરૂવારના રોજ થાળી ,વાટકાં વગાડી વધુ એક વખત વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો. જોકે આ બાબતે પોલીસને જાણ થતાં તમામની અટકાયત કરવામાં આવી હતી.

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા કોરોના કાળને ધ્યાનમાં રાખી ઓનલાઇન પરીક્ષાઓનું આયોજન કરવામા આવ્યું છે. પરંતુ તેમાં એસીક્યુ બેઝ રાખવામાં આવતા વિરોધ ઉભો થયો છે. આ અંગે સેનેટ સભ્ય અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમિયાન ઓનલાઇન થીયરી બેઝ જ અભ્યાસ કરાવવામાં આવ્યો છે. તમામ મટીરીયલ પ્રશ્નો, લેકચર થીયરીથી જ ભણાવવામાં આવ્યા અને ઉપલબ્ધ છે. તો એમસીક્યુ બેઝ પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓ કરશે ક્યાંથી ? એમસીક્યુ બેઝ વાળા કોઇ પણ પાંચ વર્ષના પેપર મુકેલા છે ? અથવા કોઇ પણ શિક્ષકે એમસીક્યુ બેઝનું 30થી 50 ટકા પણ જ્ઞાન આપ્યું છે ? આ સહિતના પ્રશ્નો સંદર્ભે લડત ચલાવવામાં આવી રહી છે.

મહત્વનું છે કે બે દિવસ પહેલા આ મુદ્દે આવેદનપત્ર આપ્યા બાદ ગુરૂવારના રોજ યુનિવર્સિટી ખાતે વધુ એક વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો. સેનેટ સભ્ય અલ્પેશ પુરોહિતની આગેવાનીમાં ગુરૂવારના રોજ વિદ્યાર્થીઓ થાળી ,વાટકા વગાડી ઘુસી ગયાં હતા. જોકે, આ સમયે સિક્યુરિટી અને વિધાર્થીઓ વચ્ચે ભારે ઝપાઝપી થઈ હતી. પોલીસે તમામની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...