તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:આણંદ આગ કાંડમાં કસુરવારો સામે દંડનાત્મક કાર્યવાહી કરવા ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે CM રુપાણીને પત્ર લખ્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઇરાલે લાગેલી આગ કલાકોની જહેમત બાદ આગ માંડ કાબુમાં આવી હતી
  • ધારાસભ્યે મુખ્યમંત્રીને રજૂઆત કરી કેટલાક મહત્વના 7 પ્રશ્નો ઉઠાવ્યા

આણંદ નગર સત્તાધીશોની અને વહીવટીતંત્રની ફાયરસેફટી બાબતેની બેદરકાર વહીવટી નીતિ રીતિ જનતાના જીવને જોખમમાં મૂકી રહી છે. ગત રોજ બનેલી ઘટનાએ નગરપાલિકા અને ફાયરબ્રિગેડની નોટિસ પોલિટિક્સ ખુલ્લી પાડી દીધી છે. બે બિલ્ડીંગ આ આગ દુર્ઘટનામાં ખાખ થઈ ગયા છે. પોલીસે એફએસએલ બોલાવી ઘટનાની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જ્યારે આણંદ ધારાસભ્ય કાંતિભાઈ પરમારે પણ ઘટનાની તલસ્પર્શી તપાસ અને કસૂરવારો સામે પગલાં ભરવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી છે.

અપૂરતા ફાયર સંસાધનો અને જોખમી પરમિશનો આપી નગરના સત્તાધીશો મોટી દુર્ઘટનાની આમંત્રણ આપી રહ્યા છે. નસીબ જોગે ગતરોજ જાનહાની ટળી નહી તો શાળા હોસ્ટેલમાં અનેક વિધાર્થીઓ ભડથું થઈ જાત તો જવાબદાર કોણે ગણવા? નગરના સામાન્ય નાગરિકોના મનને ઝંઝોળી રહ્યો છે. દારૂખાનાનું લાયસન્સ ઇશ્યુ કરવા સ્થળ તપાસ કરતા અને પરવાનગી આપતા તમામ સરકારી અને સ્થાનિક વિભાગોની ઊંઘ હરામ થઈ ગઈ છે.

સરકારી અને પાલિકા તંત્રની તપાસ ચાલુ છે ના રટણ વચ્ચે આણંદના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે મુખ્યમંત્રીને રજૂઆત કરી કેટલાક મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા છે. જેને લઈ સરકારી અને પાલિકા વિભાગની બેદરકારી અને ગેરરીતિ સામે આડકતરો ઈશારો કરતા નગરનું રાજકીય વાતાવરણ પણ ગરમાયુ છે.

આણંદ શહેરમાં લાગેલ ભીષણ આગની ઘટના અંગે તપાસ કરાવી જવાબદારો સામે પગલાં ભરવા બાબત ની માંગ કરતા આણંદ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારે જણાવ્યું હતું કે, ગઈકાલે તા. 9 ઓગસ્ટ,202 ના રોજ આણંદ શહેરમાં આણંદ નગરપાલિકાની સામે આવેલ લક્ષ્ય ઈમ્પીરીયા નામના કોમ્પલેક્ષમાં આવેલ મયુર સેલ્સ નામની ફટાકડાની દુકાન અને ગોડાઉનમાં સાંજના સમયે ભીષણ આગ લાગી હતી. આણંદ, ખંભાત, પેટલાદ, વિદ્યાનગર, વડોદરા, નડિયાદ, નંદેસરીના ફાયર ફાયટરોની કલાકોની જહેમત બાદ આગ માંડ કાબુમાં આવી હતી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આગે ધારણ કરેલા પ્રચંડ સ્વરૂપે લક્ષ્મી ઈમ્પીરીયાની બાજુમાં આવેલા કોમ્પલેક્ષને પણ ઝપટમાં લીધેલા અને 10-12 દુકાનો બળીને ખાખ થઈ ગઇ છે. આ ફટાકડાની દુકાન અને ગોડાઉન તથા બાજુની દુકાનોમાં લાગેલી ભીષણ આગને કારણે કરોડો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ ઘટનાની ગંભીરતા દર્શાવતા ધારાસભ્ય કાંતિભાઈ સોઢાએ મુખ્યમંત્રીને લખેલા પત્ર નોંધ કરી કેટલાક મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા છે. જે હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનું કારણ બન્યા છે. તેઓના જણાવ્યા મુજબ લક્ષ્ય ઈમ્પીરીયા કોમ્પલેક્ષમાં જ્યાં ફટાકડાની દુકાન આવેલી છે તેની સામે આણંદ નગરપાલિકાની કચેરી આવેલી છે. કોમ્પલેક્ષની નજીકમાં ડી. એન. હાઈસ્કૂલ અને વિદ્યાર્થીઓની હોસ્ટેલ આવેલી છે, રેડ ક્રોસ બ્લડ બેંક આવેલી છે અને આજુબાજુમાં અનેક કોમર્શિયલ અને રહેણાંક વિસ્તાર આવેલા છે. આ ઘટના બાદ નીચે મુજબના કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે.

(1) લક્ષ્ય ઈમ્પીરીયા કોમ્પલેક્ષને ફાયર એન.ઓ.સી. મળેલ છે કે કેમ?

(2) મયુર સેલ્સ પાસે ફટાકડા વેચવા/રાખવાનું લાયસન્સ હતું કે કેમ?

(3) જો લાયસન્સ હોય તો કેટલા જથ્થો રાખવાની પરવાનગી હતી?

(4) આ લાયસન્સ કોના દ્વારા ક્યારે ઈસ્યુ કરવામાં આવેલા છે?

(5) આ લાયસન્સની ચકાસણી કેટલા સમયે કરવાની હોય છે?

(6) મયુર સેલ્સને આપવામાં આવેલe લાયસન્સની ચકાસણી છેલ્લે ક્યારે કરવામાં આવી હતી?

(7) ફટાકડાનું લાયસન્સ રહેણાંક વિસ્તારમાં આપી શકાય કે કેમ?

આ તમામ બાબતો અને પ્રશ્નો જણાવી ધારાસભ્યએ જરૂરી તમામ બાબતની તાત્કાલિક તપાસ થવી અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થવી અત્યંત જરૂરી હોવાનો ઉલ્લેખ કર્યો છે.વળી આવી ઘટના પુનઃ ન બને તે માટે ઉક્ત ઘટનાની ઉચ્ચકક્ષાએથી તાત્કાલિક તપાસ થવા અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થવા માટે સંબંધિતને જરૂરી સૂચના આપવા મુખ્યમંત્રી સમક્ષ લેખીત માગણી કરી છે.7

અન્ય સમાચારો પણ છે...