બેદરકારી:સરકારી ગોડાઉનમાં ગાયો ઘૂસી જતાં અનાજનું ભેલાણ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરસદ ચોકડી સ્થિત અનાજના ગોડાઉનની ફરતે સંરક્ષણનો અભાવ, તૂટેલી ગયેલી દિવાલ માટે રજૂઆત છતાં પગલાં લેવાતા નથી

આણંદ બોરસદ ચોકડી સ્થિત પુરવઠા વિભાગના સરકારી અનાજના ગોડાઉનમાં સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે રખડતાં પશુઓ ઘૂસી જાય છે. પશુઓ અનાજ ભરેલી ગુણોમાં માથું મારી ફાડી નાંખીને ઘંઉ સહિતના અનાજનો બગાડ કરે છે. આ જ અનાજ સસ્તા અનાજની દુકાનો કે મ.ભ.યોજના કેન્દ્રોમાં ફળવાતું હોય છે. ગોડાઉની પાછળના ભાગે આવેલી દિવાલ તૂટી ગઇ હોવાથી અવારનવાર પશુઓ ઘુસી જાય છે. \

વોચમેન હોતો નથી. જેથી ગાયો અનાજ ભરેલી ટ્રક કે ગોડાઉનમાં પડેલી ગુણોમાં મોં મારીને અનાજ બગાડે છે.આણંદ બોરસદ ચોકડી પાસે આવેલા સરકારી અનાજના ગોડાઉન પાસે મોટા જથ્થામાં સરકારી અનાજની ગુણો ભરેલી ૰ટ્રકો ઉભેલી હોય છે. પરંતુ ગોડાઉનની પાછળના ભાગે સંરક્ષણ દિવાલ તૂટેલી છે. પાછળ વસાહતમાં રહેતા રહીશોની ગાયો દિવાલ તૂટેલી હોવાથી ગોડાઉનમાં ઘુસી જાય છે.

ગોડાઉનમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગાયોને ભગાડે છે. પરંતુ તેઓ જમવા ગયા હોય ત્યારે ગાયો ગોડાઉનમાં ઘુસીને અનાજનો બગાડ કરે છે. એક બાજુ ગરીબોને પૂરતા પ્રમાણમાં અનાજ મળતું નથી. ત્યારે સરકારી તંત્રની બેદરકારીને કારણે અનાજનો બગાડ થઇ રહ્યો છે. ગોડાઉનમાં ગાયોએ મોંઢુ મારેલ અનાજ તાલુકા કક્ષાએ મોકલી આપે છે. જેથી ગરીબોને બગડેલુ અનાજ ખાવાનો વખત આવે છે.

જેને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે. શનિવારે કેટલીક ગાયો સરકારી ગોડાઉનમાં ઘુસી જઇને અનાજની ગુણોમાંથી અનાજ ખાઇ રહી હતી. આ સમયે ગોડાઉનમાં કોઇ જ હાજર ન હતું. ફરજ પરના કર્મીઓ દેખાયા ન હતા. જે અંગે નજરે જોનાર વ્યક્તીએ રજૂઆત કરી તો કેટલાંક કર્મીઓ દ્વારા ઉદ્ધત જવાબ આપાયો હતો.

દિવાલ બનાવવા માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી છે
આણંદ જિલ્લાના સરકારી ગોડાઉનમાં પાછળની દિવાલ ઘણા સમયથી તૂટી ગયેલી છે. તેની પાછળ રબારી સમાજના લોકો રહે છે. દિવાલ તૂટેલી હોવાથી ગાયો ઘુસી જાય છે. જે અંગે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર મૌખિક રજૂઆત કરીને દિવાલ બનાવવા માટે જણાવ્યું છે. તેમ છતાં પાલિકા તંત્ર કોઇ જવાબ આપતું નથી. તેથી આ વખતે લેખિતમાં ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. > પાયલબેન જોગાણી, મેનેજર, સરકારી ગોડાઉન

અન્ય સમાચારો પણ છે...