તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:રાસનોલ ગ્રામ પંચાયતના સરકારી ગ્રાન્ટનો દૂરઉપયોગ, TDOને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાસનોલ પંચાયત દ્વારા ગામમાં રહેતા લોકોના ફળિયા કે અવરજવરના રસ્તાના બદલે ઘર દીઠ બ્લોક નાખીને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની ચર્ચાને આધારે ગામના જ જાગૃત નાગરિક બાબુભાઈ પરમારે માહિતી અધિકાર કાયદા પ્રમાણે વિકાસના કામોની 14માં નાણાં પંચની વાપરેલ ગ્રાન્ટની વિગતો માંગી હતી જેમાં અનેક સામાન્ય વર્ગના લોકોને પોતાની મત બેંક સાચવવા માટે પંચાયતના કેટલાંક સભ્યોએ સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હોવાનું જાણવામાં આવ્યું હતું આ અંગે તાલુકા વિકાસ અધિકારી ને લેખિત રજુઆત કરીને જવાબદાર સામે પગલાં લેવા માંગ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા અરજ દારે જિલ્લા કક્ષા એ રજૂઆતો પણ કરી હતી. બ્લોક પેવિંગની કામગીરીમાં ઉપસરપંચે પણ પોતાના ઘેર વિકાસ કર્યો છે આ ઉપરાંત ગટર લાઇનની કામગીરી અધુરી હોવા છતાં પણ તેના નાણાં ચુકવી દીધા છે. TDOએ આ બાબતે ચુપકિદી દાખવતા તેઓની રહેમ નજર હેઠળ જ ગેરરિતિઓ થઈ રહી હોવાની અટકળો થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...