કુકર્મ:જેલમાં ગયેલા પતિને છોડાવવાનો વિશ્વાસ અપાવી પરિણીતા પર દુષ્કર્મ

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાની ફરિયાદના આધારે પોલીસે શખ્સ સામે ગુનો નોંધ્યો

સોજિત્રામાં રહેતી 23 વર્ષીય પરિણીતાને જેલમાં ગયેલા તેના પતિને છોડાવવાનું વચન આપી વિશ્વાસમાં લઈ આણંદમાં રહેતા શખ્સે પરિણીતા સાથે દુષ્કર્મ આચરતા સોજિત્રા પોલીસે શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આણંદ શહેરમાં રહેતા અને જમીન અને મકાનનું લે-વેચ કરતાં  બ્રોકરના ડ્રાઈવર તરીકે કામ કરતા  વિનોદ રામજી કોળીએ (ઠાકોર) ગત જાન્યુઆરીમાં સોજિત્રામાં રહેતી એક પરિણીતા સાથે પરિચય થયો હતો. પરિણીતાનો પતિ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવાના કૌભાંડના ગુનામાં જેલમાં ગયો હતો. જેની જાણ વિનોદ કોળીને થતાં તેણે મારે વકીલ સાથે ઓળખાણ છે અને હું તારા પતિને જેલમાંથી છોડાવી દઈશ તેવો ભરોસો અપાવ્યો હતો.

મહિલાને વિશ્વાસમાં લઈ અવાર-નવાર તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બીજી તરફ કોરોના સંક્રમણને લઈને લોકડાઉન જાહેર કરાતા મહિલાના પતિ જેલમાંથી મુક્ત થયો હતો. પતિ સાથેની વાતચીતમાં સમગ્ર હકીકત પરિણીતાને જાણવા મળી હતી. જેને પગલે તેણે તેને કહેતાં તેણે તેને રૂપિયા 40 હજાર આપ્યા હતા. જોકે, લોકડાઉન હોય એ સમયે ફરિયાદ આપી શક્યા નહોતા. તેથી લોકડાઉન ખુલતા હાલમાં તેમણે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...