ધમકી:બોરસદમાં પરણિતા પર દુષ્કર્મ, પતિએ ઠપકો આપતા ધમકી આપી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

બોરસદ તાલુકાના એક ગામમાં ત્રણેક માસ અગાઉ શૌચક્રિયા માટે રાત્રિના સમયે બહાર નીકળેલી પરિણીતાને પડોશમાં રહેતા એક યુવકે મોંઢે કપડું બાંધી પાસેના ખેતરમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. વધુમાં આ અંગેનો પરણિતાનો પતિ ઠપકો આપવા જતાં તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

બોરસદ તાલુકાના એક ગામમાં રહેતી 27 વર્ષીય પરણિતા અને એક સંતાનની માતાએ વિરસદ પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 25મી જૂનના રોજ રાત્રિના સમયે તેણી શૌચક્રિયા માટે બહાર નીકળી હતી. દરમિયાન એ સમયે તેમની પડોશમાં રહેતો રાજુ હરી પરમારના નામનો 33 વર્ષીય યુવક અચાનક તેની પાસે આવી ચઢ્યો હતો. અને તેણી કંઈ સમજે વિચારે તે પહેલાં જ તેના કપડાં ફાડી નાંખી, તેના મોઢામાં ડૂચો મારી, તેને નજીકના ખેતરમાં ઢસડી ગયો હતો. જ્યાં તેની મરજી વિરૂદ્ધ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બીજી તરફ તેણે જો આ વાત તે કોઈને કહેશે તો તેને, તેના પતિ અને પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે પરણિતા ભયભીત થઈ ગઈ હતી. દરમિયાન, બીજી તરફ આ અંગે થોડાં સમય અગાઉ તેણીએ તેના પતિને સમગ્ર હકીકત જણાવતાં બંને જણાં યુવકના ઘરે ગયા હતા. જ્યાં યુવક તથા તેના ભાઈ મહેન્દ્રએ તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આમ, આ સમગ્ર મુદ્દે પરણિતાએ બંને જણાં વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...