તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મીલરામપુરા ગામે પાણી ઢોળવા બાબતે માર માર્યો, વિધવાઅે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

તારાપુર તાલુકાના મીલરામપુરા ગામે પાણી ઢોળવા બાબતે વિધવાને માર મારતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. મીલરામપુરા ગામે ટાંકીવાળા ફળિયામાં વિધવા હસાબેન હર્ષદભાઈ કમેજળીયા પોતાના સંતાનો સાથે રહે છે. તેમની નજીકમાં તેમના દિયર અશ્વિન બાબુભાઈ કમેજળીયા, દેરાણી જ્યોતિબેન અશ્વિનભાઈ કમજળીયા, સસરા બાબુભાઈ જીવાભાઈ કમેજળીયા અને સાસુ તાજુબેન બાબુભાઈ કમેજળીયા અલગ રહે છે.

ગત 14મીના રોજ સવારે તેમના ઘરના ધાબા ઉપરથી પાણી નીચે પડતું હતું. જેથી તેઓના દેરાણી જ્યોતિબેને ઝઘડો કરી પતિ અશ્વિનભાઈ, સહિતના પરિવારજનો સાથે મળી વિધવાને માર માર્યો હતો અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે તારાપુર પોલીસે તમામ વિરૂદ્ધ મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...