તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂધનું મહત્વ:દૂધ; એક માત્ર, સંપૂર્ણ પૌષ્ટિક આહાર તમામ પોષક તત્વો છે

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દૂધ આપણી ધાર્મિક શ્રધ્ધા અને સ્વાદ સાથે જોડાયેલુ છે

વર્લ્ડ મિલ્ક ડે એ ભારતની આહાર સાર્વભોમત્વની, ડેરી અને સંલગ્ન ક્ષેત્રોની તથા આ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની એક લાંબી મજલની તથા એની સાથે સંકળાયેલા નાના અને સિમાંત ખેડૂતોએ આ સિમાચિન્હ હાંસલ કરવામાં આપેલા યોગદાનની તથા આ સુસ્થાપિત વ્યવસ્થા સામે ઉભા કરાયેલા પડકારોનો સામનો કરવાના આયોજનની વાત કરવા માટેનુ યોગ્ય પ્લેટફોર્મ છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એક સંશોધન હાથ ધર્યું હતું, જેમાં તેમણે 1,000 વેગન આહાર લેનારનો 10 વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. આ સંશોધનમાં જાણવા મળ્યુ હતું કે આવો લોકો લેકટોઝ પચાવી શકતા નથી અને આયર્ન, વિટામીન-ડી, બી-12, પ્રોટીન, અને કેલ્શિયમની ઉણપ ધરાવે છે અને તેમનાં હાડકાને ફ્રેકચર થવાની 43 ટકા જેટલી સંભાવના રહે છે. આ ઉપરાંત ઘણા વેગન આહારી પ્લાન્ટ આધારિત વિકલ્પોમાં સ્વાદના અભાવને મુખ્ય કારણ ગણાવી ડેરી પ્રોડકટસના વપરાશ તરફ પાછા ફર્યા છે.

હજારો વર્ષ પહેલાં માનવોમાં પશુઓના દૂધના પાચન માટેના જીન્સ (રંગસૂત્રો) વિકસ્યા છે અને આ કારણે જ દૂધ આહારનો મહત્વનો હિસ્સો બની રહ્યું છે. વૈજ્ઞાનિક સંશોધનોમાં એવુ પૂરવાર થયું છે કે દૂધ એ સ્નાયુઓ માટે હાઈ-ક્વોલિટી પ્રોટીન, પોષક તત્વોથી ભરપૂર ફેટસ ધરાવતો આહાર છે કે જે મગજના વિકાસમાં સહાય કરે છે. હાડકાંની મજબૂતી માટે કેલ્સિયમ પૂરૂ પાડે છે અને પચી જાય તેવા પ્રોટીનનું અનોખુ મિશ્રણ ધરાવે છે, જે માનવની ભૂખને શાંત કરે છે. દૂધ આપણી ધાર્મિક શ્રધ્ધા, પરંપરા અને સ્વાદ સાથે જોડાયેલુ છે અને પોષણ માટેનો આસાન અને હંમેશ માટે ઉપલબ્ધ સ્ત્રોત છે.

અન્ય સમાચારો પણ છે...