સમસ્યા:આણંદમાં વીજળી ડુલ થતાં MGVCLની પોલ ખુલી ગઇ, MGVCLના એકશન પ્લાન માત્ર કાગળ પર: 16 ફરિયાદો મળી

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાયણ પર્વના ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. શહેરમાં દિવસ દરમિયાન વારંવાર વીજળી ડુલ થઇ જતાં ધંધાદારીઓ, વીજધારકો તોબાપોકારી ગયા હતા. ત્યારે વીજતંત્રએ ઉત્તરાયણ પર્વે વીજળી ડુલ થાય નહીં તેમાટે એકશન પ્લાન બનાવ્યો હોવા છતાં ગુરૂવારે વારંવાર વીજળી ડુલ થઇ જવાથી એકશન પ્લાનની પોલ ખુલી પડી ગઇ હતી. વીજતંત્રના ફરિયાદ કેન્દ્રમાં 16 વીજધારકોએ વીજળી ડુલ થઇ હોવાની ફરિયાદો નોંધાવી હતી.

ઉત્તરાયણ પર્વ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ આણંદ શહેરમાં અમેજીવીસીએલ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને વીજળી ડુલ થાય તો તાત્કાલિક સમારકામ કરીને પુન: સપ્લાય શરૂ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને વીજ લાઇનમાં દોરી કે પતંગ ભરાઇ હોય તો તેને તાત્કાલિક દૂર કરી પુન: લાઇટો ચાલુ થાય તે માટે ટીમોને તૈનાત કરી છે. વીજ ફરિયાદ મળે તો તાત્કાલિક નિકાલ કરવાની સૂચના આપી છે.

એમજીવીસીએલનીકાગળ પર ટીમો
ઉત્તરાયણ પર્વ પર પતંગ અને દોરી વીજલાઇનમાં ભરાતાં વીજળી ડુલ થઇ જતી હોય છે.ત્યારે આણંદ જિલ્લા એમજીવીસીએલના ચાર ડિવીઝન દ્વારા 29 ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમજ વીજળી ડુલ થાય તો ફરિયાદ કરવા માટે કસ્ટમર કેરનો નંબર 18002332670 જાહેર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...