તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:આણંદમાં MGVCLની ટીમના દરોડા, 604 મીટરો ચેક કરાયા, 71 જોડાણોમાં ચોરી પકડાઇ, 28.83 લાખનો દંડ ફટકાર્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગામડામાં લંગર અને ટેટા મુકીને ચોરી કરવામાં આવે છે

હાલમાં વરસાદ ખેંચાતા વીજ બીલ ઓછું આવે તે માટે ગ્રાહકો દ્વારા જુદા જુદા નુસખાં અપનાવી વીજચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. ત્યારે આણંદ જિલ્લામાં એમજીવીસીએલની વીજીલન્સ ટીમોએ ખેતીવાડી, વાણિજ્યિક રહેણાંક સહિત કુલ 604 વીજ મીટરો ચેક કર્યા હતા. જેમાં 71 વીજ મીટરોમાં ગેરરીતિ જણાતા તંત્રએ રૂ. 28.83 લાકનો દંડ ફટકાર્યો હતો. આણંદ જિલ્લા એમજીવીસીએલના સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વીજ ચોરી થતી અટકાવવાના ભાગરૂપે વિજીલન્સની 36 ટીમોએ દરોડા પાડીને સપાટો બોલાવી દીધો હતો.

જેમાં રહેણાંક, ખેતીવાડી અને ઔદ્યગિકના 604 વીજ કનેકશનોની ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ડાયરેકટ વીજ ચોરી, લંગર નાખવું, મોટરમાં ચાલુ કરવા માટે ટેટા મુકવા સહિતની કુલ 71 જેટલા વીજ કનેકશનોમાં ગેરરીતિ જણાઇ આવી હતી. આથી વીજતંત્રએ અધિનિયમ હેઠળ 28.83 લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો. વિજીલન્સ ટીમોએ પેટલાદ, બોરસદ, ખંભાત, તારાપુર, ઉમરેઠ પંથકમાં દરોડાની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...