તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજચોરી:MGVCLએ વીજ ચોરી ઝડપી, 1.89 લાખનો દંડ કર્યો

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 ટીમોએ દરોડા પાડી 10 સ્થળે ચોરી ઝડપી

આણંદ જીલ્લામાં વીજધારકોને વધુ બિલ આવે નહીં તે માટે ખુલ્લેઆમ રીતે વીજચોરી કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે એમજીવીસીએલે ટીમો સપાટો બોલાવા દેવાતા આણંદ,ખંભાત, બોરસદ,ઉમરેઠ સહિત પંથકમાં દરોડા પાડી 10 જેટલા વીજધારકોને વીજચોરી કરતાં ઝડપી પાડી 1.89 લાખ ઉપરાંતનો ફટકાર્યો હતો.

આ અંગે એમજીવીસીએલના સુત્રોના જણાવ્યા અનુસાર આણંદ એમજીવીસીએલ વિભાગે વિજીલન્સની 7 ટીમો બનાવી વિજચોરી અટાકાવવા માટે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરાઈ હતી. જો કે આણંદ શહેર સહિત અન્ય વિસ્તારોમાં ઘર વપરાશ, કોમર્શીયલ, ખેતી વિષયના કુલ 32 વીજ મીટરો તપાસવામાં આવ્યા હતા. જેમાં વીજલોડ ઓછો હોય, મોટર ચાલુ કરવા ટેટા મારીને વીજચોરી કરતાં 10 વીજચોરોને ઝડપી પાડયા હતા. વીજચોરી આચરવા બદલ તંત્રએ રૂા.1.89 લાખનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...