તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ શહેર સહિત જીલ્લામાં એમજીવીસીએલની વિજીલન્સ ટીમો દ્વારા વિજચોરી થતી અટકાવવાના ભાગરૂપે આણંદ, ઉમરેઠ, બોરસદ પંથકના ગ઼ામ્ય વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આથી દરોડા દરમ્યાન 13 વિજધારકોને ડાયરેક્ટર વિજચોરી કરતાં રંગેહાથ ઝડપી પાડી કલમ 135 અધિનિયમ હેઠળ રૂ 1લાખ 31 હજાર ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેથી વીજચોરોમાં ફફડાટ વ્યાપ્યો હતો.
પેટલાદમાં એમજીવીસીએલની વિજીલન્સની 9 ટીમો ધ્વારા દરોડા પાડી કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં 69 જેટલા ધર વપરાશ, કોમર્શિયલના મીટરો તપાસવામાં આવ્યા હતા.આ સમયે ધરવપરાશના 13 વીજ ધારકોએ ડાયરેકટ લંગર મારીને વિજચોરી કરવામાં આવતી હીવાની રંગેહાથ ઝડપી પાડયા હતા. જયારે વધુ તપાસમાં વિજચોરી વર્ષોથી કરવામાં આવતી હોવાનું ખુલવા પામ્યુ હતુ.
આથી એમજીવીસીએલની ટીમો દ્વારા કલમ 135 અનવ્યે રૂ 1 લાખ 31 હજાર 149 જેટલો માતબર રકમનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.આમ દરોડાઓના પગલે વિજચોરી કરતા અન્ય તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.