વીજ ચોરી:MGVCLએ એક માસમાં 266 વીજ ચોરી ઝડપી 31.27 લાખનો દંડ વસુલ્યો

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ ડિવિઝનમાં સૌથી વધુ 104 વીજચોરીના ગુના નોંધવામાં આવ્યા

આણંદ જિલ્લામાં એમજીવીસીલના ચાર ડિવીઝન દ્વારા શિયાળા દરમિયાન જુદી જુદી ટીમો દ્વારા શહેરઅને ગ્રામ્ય વિસ્તારમાં 1238 શંકાસ્પદ કનેકશન તપાસ્યા હતા.તેમાંથી 266 વીજ કનેકશન ધારકો વીજ મીટર સાથે કે ડાયરેકટ વીજ લાઇનમાં જોડાણ લઇને વીજ ચોરી કરતાં ઝડપાયો હતા.તેઓની પાસેથી કુલ 31.27 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ વીજચોરી આણંદ ડિવીઝનમાં 104 લોકો વીજ ચોરી કરતાં ઝડપાયા હતા.જયારે સૌથી વધુ શંકાસ્પદ કનેકશન બોરસદ ડિવીઝનમાં 731 તપાસાવામાં આવ્યા હતા.

આણંદ એમજીવીસીએલ ડિવીઝન દ્વારા એક માસમાં મોગરી,આણંદ, ઉમરેઠ અને ભાલેજ વિસ્તારમાં આવેલા 204 શંકાસ્પદ વીજકનેકશન તપાસવામાં આવ્યા હતા.જેમાંથી 104 કનેકશન ધારકો વીજચોરી કરતાં ઝડપાયા હતા.તેઓની પાસેથી 13.13 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. આણંદ આર ડિવીઝન દ્વારા પેટલાદ, ખંભાત સોજીત્રા, તારાપુર શંકાસ્પદ 203 કનેકશન તપાસવામાં આવ્યા હતા.જેમાંથી 50 વીજકનેકશન ધારકો વીજ ચોરી કરતાં ઝડપાયા હતા.તેઓની પાસેથી 5.99 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.

પેટલાદ ડિવીઝનમાં બોરસદ, આંકલાવ, આસોદર, રાસ અને વાસદ વિસ્તારમાં 731 શંકાસ્પદ કનેકશન તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 87 કનેકશનમાં વીજ ચોરી ઝડપાઇ હતી. તેઓની પાસેથી 7.95 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. આણંદ શહેરના સરદાર, વિદ્યાનગર અને શાસ્ત્રી ડિવીઝનનામાં 100 શંકાસ્પદ કનેકશન તપાસ્યા હતા.જેમાંથી 25 વીજ ધારકો ચોરી કરતાં ઝડપી તેઓની પાસેથી રૂા 4.20 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...