તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો:ચરોરતરમાં રાત્રીનું તાપમાન 1 ડીગ્રી વધતાં પારો 11 ડિગ્રીએ, દિવસ-રાત્રીનું તાપમાન એક-એક ડિગ્રી ઉચકાયું

આણંદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

આણંદ-ખેડા જિલ્લા સહિત સમગ્ર પંથકમાં ઉત્તર દિશામાંથી ફૂંકાતાં ઠંડા પવનની ઝડપ ઘટી જતાં રાત્રીના તાપમાનમાં અેક ડિગ્રીનો વાધારો નોધાયો છે. છેલ્લા 24 કલાક પહેલાં આણંદ શહેર સહિત જિલ્લામાં લઘુત્તમ ઉષ્ણતામાન 10 ડિગ્રી હતું જે બુધવારે વધીને 11 ડિગ્રી થઈ ગયું હતું. જેને લઈને સમગ્ર પંથકવાસીઆેને કાતિલ ઠંડીમાંથી આંશિક રાહત અનુભવાઈ હતી.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે આણંદ-ખેડા જિલ્લા સહિત સમગ્ર પંથકમાં હવે પોષ મહિનાના અંતિમ દિવસોમાં દિવસે અને રાત્રે તાપમાનમાં વધારો થતો જાય છે. મગંળવારે સમગ્ર પંથકમાં મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રી નોધાયું હતું જે બુધવારે 1.5 ડિગ્રી વધીને 31.5 ડિગ્રી થઈ ગયું હતું. તેમજ લઘુત્તમ તાપમાનનો પારો અેક ડિગ્રી વધીને 11 ડિગ્રી થઈ ગયું હતું. જેને લઈને સમગ્ર પંથકમાં લોકો બપોરના સમયે પંખા શરૂ થઈ ગયા છે.

શહેર સહિત પંથકમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાતા શીતલહેર નબડી પડી ગઈ હોય તેમ વર્તાઈ રહ્યું છે. આ સાથે ગતરોજની સરખાણીમાં બધુવારે પવનનો ઝડપ પણ 1 કિલોમીટર ઘટીને 1.4 કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ હતી. આમ હવે બપોરે થોડી ગરમી અને રાત્રે થોડી ઠંડી સાથે નગરજનો બેવડી ઋતુનો અનુભવ કરવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો