તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલ્ડેસ્ટ ડે:બર્ફિલા પવનમાં પારો ઠૂંઠવાતાં 4 ડિગ્રી ગગડ્યો , ચરોતરમાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન 10.05 નોંધાયું

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ચરોત્તરમાં રવિવાર સાંજથી ઉતરપૂર્વી બર્ફિલા પવનો ફુકાતાં વાતવરણ પલટાયુ છે. સોમવાર સવારે શહેરમાં ધુમ્મસ છવાઇ ગયું હતું. તેમજ ઠંડી જોર વધતા લોકોને ગરમ વસ્ત્ર પહેરીને બહાર નીકળવાની ફરજ પડી હતી. - Divya Bhaskar
ચરોત્તરમાં રવિવાર સાંજથી ઉતરપૂર્વી બર્ફિલા પવનો ફુકાતાં વાતવરણ પલટાયુ છે. સોમવાર સવારે શહેરમાં ધુમ્મસ છવાઇ ગયું હતું. તેમજ ઠંડી જોર વધતા લોકોને ગરમ વસ્ત્ર પહેરીને બહાર નીકળવાની ફરજ પડી હતી.
 • ચાર દિવસ સુધી બર્ફિલા પવનોનું જોર યથાવત રહેશે

શિયાળોનો પીકપીરીયડ ગણાય છે. જે ડિસેમ્બરના અંતમાં ઠંડી જોર જોવા મળે છે.પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અને ઉતરભારત થયેલા હિમવર્ષાના પગલે બર્ફિલા પવનોનું જોર વધ્યું છે. તેના કારણે માત્ર 14 કલાકમાં લધુત્તમ તાપમાનમં 4 ડિગ્રી ઘટાડો નોંધાયો છે.સોમવારના રોજ લઘુતમ તાપમાન 10.05 ડિસે પહોંચતા ચાલુવર્ષે મૌસમન સૌથી ઠંડો દિવસ નોંધાયા છે. આગામી એક સપ્તાહ સુધી બર્ફિલા પવનોનું જોર યથાવત રહેવાની સંભાવના છે. જેથી ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની 10મી સુધી ઠંડીનું જોર રહેવાની સંભાવના છે. આ સમયગાળામાં 10થી નીચે પારો જવાની સંભાવના છે.

ચરોત્તરમાં ચાલુવર્ષે પ્રથમ વખત તાપમાન 10 ડિગ્રી આસપાસ પહોંચ્યું છે.જયારે આવનાર ત્રણ ચાર દિવસમાં તાપમાન 9 ડિગ્રીથી ઓછું નોંધાયે તેવી સંભાવના છે. આગામી બે સપ્તાહ સુધી બર્ફિલા પવનોનું જોર યથાવત રહેશે ત્યારબાદ લધુત્તમ તાપમાન ઉંચકાય તેવી સંભાવના હવામન વિભાગ દ્વાર કરવામાં આવી છે. ગતવર્ષે ડિસેમ્બર ત્રણ વખત તાપમાન 8 ડિગ્રીથી નીચે ગયું હતું.

આણંદ-ખેડા જિલ્લામાં માત્ર 14 કલાકમાં બર્ફિલા પવનોના કારણે ઠંડીનું જોર વધી જતાં રવિવાર રાત્રિના 10 વાગ્યાબાદ શહેરના માર્ગોપર માનવચહલ પહલ ઘટી ગયેલી જોવા મળી હતી.જયારે સોમવાર સવારે સીઝનની સૌથી વધુ ઠંડી લાગતા લોકોએ ઠંડી ઉડાટવા માટે ચ્હાની કિટલીઓ પર ચ્હાની ચુસ્કી મારીને ઠંડી ઉડાડતા જોવા મળ્યા હતા. લોકોને ઘર બહાર નીકળતા પહેલા ગરમ વસ્ત્રો સજ્જ થઇને બહાર નીકળવાની ફરજ પડી હતી. જયારે આગામી 12 દિવસ સુધી બર્ફિલા પવનો 3 થી 5 કિમી ઝડપે ફુંકાવવાની સંભાવના છે.ત્યારબાદ ઠંડીમાં થોડી રાહત જોવા મળશે કે ઠંડીનો બીજો દોર આગામી 26મી જાન્યુઆરી આસપાસ શરૂ થવાની વકી છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સામાન્ય કરતાં એક ડિગ્રી પારો ઘટયો છે. સોમવારે લઘુત્તમ તાપમાન 10.05 ડિસે,મહતમ તાપમાન 28 ડિસે, પવનની દિશા ઉતરપૂર્વી જોવા મળી હતી.જયારે પવનનીગતિ 4.8 કિમી નોંધાઇ છે.

હાલ શિયાળાનો પીક પીરીયડ હોવાથી ઠંડીનું જોર વધ્યું
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 10થી 12 દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. બર્ફિલા પવનોને કારણે 8 થી 12 ડિગ્રીની વચ્ચે પારો રહે તેવી સંભાવના છે.હાલમાં શિયાળાનો પીકપીરીયડ ગણાય છે.જેથી આ સમયગાળા દરમિયાન ઠંડીનું જોર રહે છે. હાલના સંજોગોમાં 11 થી 12 ડિગ્રી તાપમન દરશિયાળામાં જોવા મળે છે. આવનાર દિવસોમંા પવનોને કારણે ઠંડીનું જોર બે સપ્તાહ સુધી યથાવત રહેશે. > મનોજ લુણાગરિયા, હવામાનશાસ્ત્રી, આણંદ કૃષિ હવામાન વિભાગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો