તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વોરંટની બજવણી કરતા પોલીસ સાથે ઝપાઝપી

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

પેટલાદમાં વોરંટની બજવણી કરવા ગયેલા પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે અંગે પેટલાદ શહેર પોલીસે ત્રણ શખ્સ વિરૂદ્ધ સરકારી કામમાં રૂકાવટ ઊભી કરી ધમકીઓ આપવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પેટલાદ શહેર પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ, પૃથ્વીરાજસિંહ, મહેન્દ્રભાઈ સહિતના ટીમ પેટલાદ જ્યુડીશ્યલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટથી મળેલા વોરંટ પેટલાદ મલાવ ભાગોળ વિસ્તારમાં રહેતા આકીબખાન ઈન્સાઅલ્લાખાન પઠાણને બજવવા ગયા હતા. દરમિયાન એ સમયે આકીબખાન પઠાણ, ઉપરાંત ફહેજાખાન અહેસાનખાન પઠાણ અને ફેઝાનખાન રીયાઝખાન પઠાણે ભેગા મળી તેમની સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી. વધુમાં અમારા વિસ્તારમાં આવશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ભાગી ગયા હતા. આમ, સરકારી કામમાં અડચણ ઊભી કરતાં ત્રણેય વિરૂદ્ધ તેમણે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો