મહેંદીથી મતદાન જાગૃતિ:આણંદની 137 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મહેંદી સ્પર્ધા યોજાઈ, 1830 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત સમગ્ર રાજયમાં બે તબક્કામાં મતદાન યોજાનાર છે. જે અન્વયે આણંદ જિલ્લાની 7 વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી સંદર્ભે બીજા તબક્કામાં આગામી તા. 5 મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના મતદારોમાં મતદાન જાગૃત્તિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ આણંદના અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ સ્વીપના નોડલ અધિકારી અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાના તમામ મતદાર વિભાગોમાં મતદાર જાગૃતિ અર્થે યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમો અંતર્ગત જિલ્લાની 137 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં મહેંદી હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આણંદ જિલ્લાની શાળાઓમાં આ મહેંદી કાર્યક્રમે અનોખું આકર્ષણ જમાવ્યું હતું.વિદ્યાર્થિનીઓમાં પણ ભારે ઉત્સાહ છલકાતો નજરે પડી રહ્યો હતો.આ મહેંદી લગાવ્યા બાદ વિદ્યાર્થીનીઓ જ્યાં જાય ત્યાં અડોશ પાડોશ અને ગામમાં પણ મતદાન જાગૃતિનો પ્રચાર થઈ રહ્યો છે.નાગરિકોમાં પણ આ સરકારી કાર્યક્રમની પ્રશંસા થઈ રહી છે.

આણંદ જિલ્લામાં મતદાર જાગૃતિ અર્થે 137 શાળાઓમાં યોજાયેલ આ મહેંદી હરિફાઈમાં આણંદ તાલુકાની 30 શાળાની 550 વિદ્યાર્થિનીઓ, બોરસદ તાલુકાની 20 શાળાની 445 વિદ્યાર્થિનીઓ, ઉમરેઠ તાલુકાની 10 શાળાની 120 વિદ્યાર્થિનીઓ, ખંભાત તાલુકાની 20 શાળાઓની 190 વિદ્યાર્થિનીઓ, પેટલાદ તાલુકાની 17 શાળાઓની 250 વિદ્યાર્થિનીઓ, સોજીત્રા તાલુકાની 20 શાળાઓની 120 વિદ્યાર્થિનીઓ, આકલાવ તાલુકાની 10 શાળાઓની 90 વિદ્યાર્થિનીઓ અને તારાપુર તાલુકાની 10 શાળાઓની 65 વિદ્યાર્થિનીઓ મળી સમગ્ર આણંદ જિલ્લાની 137 શાળાઓની 1830 વિદ્યાર્થિનીઓએ આ મહેંદી હરિફાઈમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...