તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:ચરોતરમાં બે સપ્તાહ બાદ મેઘરાજાનું પુનરાગમન, નડિયાદ, પેટલાદ અને આંકલાવમાં દોઢ ઈંચ વરસાદ

આણંદ/નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
આણંદ - Divya Bhaskar
આણંદ

આણંદ ખેડા જિલ્લામા વરસાદ ખેચાંતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. પરંતું અષાઢી બીજે ભગવાન જગન્નાથની શાહી સવારી નીકળ્યા બાદ સાંજના સમયે આણંદ ખેડા જિલ્લામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જેમાં નડિયાદ, પેટલાદ, આંકલાવમાં માત્ર બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારે મહુધા અને માતર પંથકમાં પણ અડધા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

નડિયાદ
નડિયાદ

ચરોતરમાં વરસાદ ખેંચાઇ જતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ હતી.જો કે રવિવાર સાંજના વાતાવરણ પલટાયું હતું. આણંદ સહિત બોરસદ,આંકલાવ,ખંભાત,ઉમરેઠ, સોજીત્રા સહિત તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં આંકલાવ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. નડિયાદ અને કપડવંજમાં સારો વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ આગામી 24 કલાક આણંદ-ખેડા જિલ્લામાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. વરસાદ પડતાં ગરમીમાં રાહત મળતા આનંદ છવાઈ ગયો હતો.

ડાકોર : ડાકોરમાં વહેલી સવારે અષાઢી બીજે ઠાકોરજીની રથયાત્રા નીકળવાની હોય વહેલી સવારે યાત્રાધામ ડાકોરમાં અમી છાંટણા થયા હતા.
નડિયાદ : નડિયાદ શહેરમાં અને તાવુકામાં સાંજના સમયો ધોધમાર વરસાદ વરસતા વરસાદી પાણી ભરાઈ ગયો હતા અને ખેડૂતોમાં આનંદ છવાયો હતો.
કપડવંજ : કપડવંજ પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
સેવાલીયા : સેવાલીયા પંથકમાં બપોરબાદ એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેના કારણે ડાંગર અને શાકભાજીના પાકને જીવનદાન મળ્યું હતું.
મહુધા : મહુધા તાલુકામાં બપોરબાદ વાતાવરણ પલટાયું હતું. સાંજે પવનની સાથે જોરદાર ઢાપટું વરસતા ખેતરોમાં ઉભા પાકને પાણી મળતા ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો.
પેટલાદ : પેટલાદ તાલુકામાં સાંજના 6 વાગ્યા બાદ વરસાદી માહોલ સર્જાયો હતો અને સતત એક કલાક સુધી વરસાદ વરસતા ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ઠંડક વ્યાપી જતા સૌ કોઈમાં આનંદ છવાયો હતો.
બોરસદ : બોરસદ તાલુકામાં પણ લાંબા વિરામ બાદ સારો વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતો.
સોજીત્રા : સોજીત્રા પંથકમાં પણ રવિવાર સાંજે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
આંકલાવ : આંકલાવ તાલુકામાં ચાલુ વર્ષે 15 ટકા જ વરસાદ નોંધાયો હતો. છેલ્લા બે સપ્તાહથી વરસાદ ખેંચાયો હતો. જેના કારણે ખેતીના પાકને નુકશાન થવાની સંભાવના હતી . ત્યારે અષાઢી બીજે ધોધમાર વરસાદ વરસતા બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ થયો હતો.
આણંદ : આણંદ શહેર સહિત તાલુકામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ ભારે બાફ મારતો હતો. શનિવાર રાત્રે ધીમી ધારે અડધે કલાક સુધી વરસાદ પડતા 5 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે રવિવાર સાંજે 20 મિનિટ સુધી હળવો વરસાદ થયો હતો.
ઉમરેઠ : ઉમરેઠ પંથકમાં ચાલુ સિજનમાં 9 ટકા જ વરસાદ થયો હતો. જેના કારણે ડાંગર સહિતના પાકને સિંચાઈનું પાણી આપવાની ફરજ પડી હતી. હજુ પણ વરસાદ ખેંચાત તો પાક બળી જવાની સંભાવના હતી.
ખંભાત : ખંભાતમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતું દિવસ દરમ્યાન ભારે બફ મારતો હતો. મોડી સાંજે અડધો કલાક સુધી વરસાદ વરસતા 5 મીમી જેટલો વરસાદ વરસ્યો છે.
તારાપુર : તારાપુર તાલુકામાં વાતાવરણ વાદળછાયું રહ્યું હતું પરંતુ વરસાદ ન થતા ખેડૂતો ચિંચિત જણાઈ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...