તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજાની રી-એન્ટ્રી:ચરોતરમાં અષાઢના પ્રથમ દિ’થી મેઘરાજાની પુનઃ ધમાકેદાર એન્ટ્રી

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં તારાપુર સવા બે ઈંચ વરસાદ ખાબક્યો
  • આગામી પાંચ દિવસ મધ્યથી ભારે વરસાદની વકી

આણંદ-ખેડા જિલ્લા સહિત સમગ્ર પંથકમાં અષાઢ માસના પ્રારંભથી મેઘરાજાની પુનઃ ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આમ ચોમાસાની ઋતુએ બીજી ઈનિંગ્સમાં ધુંઆધાર બેટિંગ કરતાં આણંદ જિલ્લામાં સિઝનનો સરેરાશ કુલ 29.84 ટકા વરસાદ ખાબ્કયો છે. તો વળી બીજી તરફ છેલ્લા 24 કલાક દરમિયાન તારાપુર તાલુકામાં સૌથી વધુ 56મીમી (સવા બે ઈંચ) જેટલો વરસાદ ખાબક્યો હતો. આમ સમગ્ર પંથકમાં નૈઋત્યનું ચોમાસાસું ધીમે-ધીમે જોર પકડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે.રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર અગામી 5 દિવસ દરમિયાન ચરોતર સહિત સમગ્ર પંથકમાં મધ્યથી ભારે આગાહી કરવામાં આવી છે.

આણંદ-ખેડા જીલ્લામાં ગત 28મી તારીખથી વરસાદ ખેંચાઈ ગયો હતો. જેના કારણે ધરુવાડીયા સહિતના પાકને નુકસાન થવા પામ્યું હતું. બીજી તરફ શહેર સહિત પંથકમાં ગરમીનો પારો પણ ક્રમશ: વધી રહ્યો હતો જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જો કે, હાલ નૈઋત્ય અને પશ્ચિમ બંગાળમાં થયેલી સિસ્ટમો સક્રિય થતા પુનઃ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે.

આમ પંથકમાં ચોમાસાની રી-એન્ટ્રી સાથે છેલ્લા 24 કલાકમાં આણંદ શહેર સહિત જિલ્લામાં સૌથી વધુ વરસાદ તારાપુર તાલુકામાં 56 મીમી ખાબક્યો હતો. જ્યારે આંકલાવમાં 36 મીમી, બોરસદમાં 20મીમી, પેટલાદમાં 40 મીમી, સોજિત્રામાં 45 મીમી, વરસાદ પડ્યો હતો.

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ આગામી 5 દિવસ દરમિયાન આણંદ શહેર સહિત મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ થવાની વકી છે. જેને લઈને ખેડુતોમાં ભારે આનંદ જાેવા મળી રહ્યો છે. સારા વરસાદને પગલે કઠોળ અને શાકભાજીના પાકને જીવંતદાન મળી ગયું છે. જો કે બે દિવસથી આણંદ પંથકમાં સામાન્ય ઝાપટાં પડી રહ્યા હોવાથી વાતાવરણ ઠંડુ થયુ છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી
ચરોતર સહિત મધ્ય ગુજરાતમાં 13 થી 17 જુલાઈ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. તેમજ આ પાંચ દિવસ દરમિયાન પંથકના હવમાન ભેજવાળું તથા ગરમ અને આંશિક વાદળછાયું થી મુખ્યત્વે વાદળછાયું તેમજ પવનની ઝડપ 20 થી 30 કિ.મી પ્રતિ કલાકની ઝડપે રહેવાની શક્યતા છે.

જિલ્લામાં વરસાદના આંકડા

તાલુકો24 કલાકમાંસિઝનનોકુલટકાવારી
આણંદ01 મીમી468મીમી55.84
આંકલાવ36મીમી203મીમી24.72
બોરસદ20મીમી189મીમી29.96
ખંભાત00મીમી228મીમી26.05
પેટલાદ40મીમી211મીમી26.05
સોજિત્રા45મીમી263મીમી36.2
તારાપુર56મીમી195મીમી29
ઉમરેઠ00મીમી064મીમી9.74

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...