જાહેરનામુ:આણંદ જિલ્લામાં સભા-સરઘસબંધી આજથી લાગુ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસ અંગે સરકાર તરફથી તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમજ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી. સી.ઠાકોરે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ સમગ્ર આણંદ જિલ્લામાં સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ચાર કરતાં વધુ માણસોના એકત્ર થવા પર, ચાર કરતાં વધુ માણસોની કોઇ સભા ભરવા કે બોલાવવા કે સરઘસ કાઢવા પર તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે 30મી સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ ફરમાવેલો છે.

અન્ય સમાચારો પણ છે...