તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Meeting procession Ban Imposed In Entire Anand District, Gathering Of More Than Four Persons Without Permission Of Competent Authority Is Prohibited.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આચારસંહિતા:સમગ્ર આણંદ જિલ્‍લામાં સભા-સરઘસબંધી લાગુ કરાઈ, સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ચાર કરતાં વધુ માણસોના એકત્ર થવા ઉપર પ્રતિબંધ

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આણંદ જિલ્‍લામાં સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય સભા ભરવા કે બોલાવવા કે સરઘસ કાઢવા પર તાત્‍કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તા. 14 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ ફરમાવ્યો

આગામી સમયમાં રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયમાં નગરપાલિકાઓ તથા જિલ્‍લા/તાલુકા પંચાયતોની સામાન્‍ય ચૂંટણીઓ આગામી તા. 28 ફેબ્રુઆરીના રોજ યોજવાનું નકકી કરવામાં આવેલ છે. જે અન્‍વયે આણંદ જિલ્‍લાની છ નગરપાલિકાઓ આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, અને સોજિત્રાની તથા આઠ તાલુકા પંચાયત આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ અને સોજિત્રાની સામાન્‍ય ચૂંટણી તથા કરમસદ નગરપાલિકાની વોર્ડ નં.1ની પેટા ચૂંટણી તા.28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. જયારે તેની મતગણતરી તા. 2 માર્ચના રોજ મતગણતરી થનારી છે ત્‍યારબાદ ચૂંટણી પ્રક્રિયા તા. 5 માર્ચના રોજ પૂર્ણ થશે.

આણંદ જિલ્લામાંઆ ચૂંટણીમાં સરળ અને સફળ સંચાલન માટે તેમજ ચૂંટણીના કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે આણંદના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ પી. સી. ઠાકોરે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-37(3)થી મળેલ સત્તાની રૂઇએ સમગ્ર આણંદ જિલ્‍લામાં સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ચાર કરતાં વધુ માણસોના એકત્ર થવા પર, સભા ભરવા કે બોલાવવા કે સરઘસ કાઢવા પર તાત્‍કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તા. 14 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.

જેમાં રસ્‍તાઓ, રસ્‍તાની ફુટપાથ, ગલીઓ અને પેટાગલીઓનો તથા જાહેર મકાનોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ જાહેરનામામાંથી જે માણસ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય જેઓ ફરજ ઉપર તેમને મુકિત આપવામાં આવી છે. જયારે આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો