આણંદ વેટરનરી કોલેજના જર્જરીત કવાર્ટસ તોડીને નવી સિવિલ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે વોર્ડ નં 13ના આજુબાજુના રહીશોના વિરોધ વંટોળની વહીવટી તંત્રને ગંધ આવી જતાં સોમવારે ટીમોએ સર્વે કરીને 45 કવાર્ટસ ડિમોલેશન કરવા માટે માપણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે 7મીએ હાઇકોર્ટમાં સુનાવણી શું નિર્ણય લેવાશે તેની ચાતક નજરે પણ રાહ જોવાઇ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ આણંદ સિવિલ હોસ્પિટલ બનાવવા માટે 7 વખત જગ્યા પસંદગી કરીને વારંવાર ખાતમુર્હુત કરવા છતાં હોસ્પિટલની એક ઇંટ પણ મુકાઇ નથી.
આખરે સમગ્ર મામલો હાઇકોર્ટમાં અરજદારે પડકાર્યો હોવાથી વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું છે. તેની તૈયારી ભાગરૂપે સૌ પ્રથમ વેટરનરી કોલેજ હેલીપેટ પાસે જગ્યાની પસંદગી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ જગ્યા બદલી વેટરનરી કોલેજ પાસે જર્જરિત હાલતમાં ફેરવાઇ ગયેલા કવાર્ટસ તોડીને સિવિલ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે સોમવારે આણંદ કૃષિ યુનિવર્સીટી વિભાગ સહિત જુદા જુદા વિભાગની ટીમોએ સિવિલ હોસ્પિટલ બનાવવા સામે વિરોધ થાય તે પહેલા સર્વેની કામગીરી શરૂ કરી દીધી હતી.
તૈયારીના ભાગરૂપે સૌ પ્રથમ જેસીબી મશીનથી કવાર્ટસ ફરતે સાફસફાઇ હાથધરી હતી. ત્યારબાદ સર્વેયર દ્વારા જમીન માપણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ટીમોએ નકશો તૈયાર કરીને 6 માસમાં કેવી રીતે સિવિલ હોસ્પિટલ બનાવી સહિતની પાણીની ટાંકી નું પાણી જુદા જુદાવિભાગો આવતું હોવાથી ટાંકી તોડવી નહીં તોડવી સહિતના જુદા જુદા મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.