નિર્ણય:SP યુનિવર્સિટી સંલગ્ન નર્સિંગ કોલેજના છાત્રોને માસ પ્રમોશન

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લુ વર્ષ-એટીકેટી અને નાપાસ છાત્રોએ ફરજિયાત પરીક્ષા આપવાની રહેશે

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન માટે કરેલા આંદોલનની મહેનત રંગ લાવી છે. બુધવારે યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો, જેમાં છેલ્લાં વર્ષ સિવાયના વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશન જાહેર કરાયું છે.

યુનિવર્સિટી દ્વારા ગુજરાત નર્સિંગ કાઉન્સિલે વર્ષ 2020-21ના છેલ્લાં વર્ષ િસવાયનાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા બાબતે 28 જૂન, 2021 દરમિયાન કરવામાં આવેલો પત્ર ટાંક્યો હતો. જે મુજબ હવે નર્સિંગના છેલ્લાં વર્ષ સિવાયના વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકનના આધારે પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે. જે મુજબ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. જોકે, નર્સિંગની પરીક્ષાઓમાં એટીકેટી કે નાપાસ થયા હોય તેવા રીપીટર વિદ્યાર્થીઓ માટે ફરજિયાત પરીક્ષા યોજવાનું જાહેર કર્યું છે અને તેનો કાર્યક્રમ યુનિ.ની વેબસાઈટ પર હવે પછી જાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...