તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન અનલૉક:ધો.10 -12ના 45 હજાર રેગ્યુલર છાત્રોને માસ પ્રમોશન પણ 16 હજાર રીપીટર પરીક્ષાર્થિઓની આજથી અગ્નિપરીક્ષા, કોરોના કાળમાં તંત્રની પણ કસોટી

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાંથી ધો.10માં 10,703 અને 12માં 5994 રીપીટર વિદ્યાર્થીઓની 19 કેન્દ્ર પરથી પરીક્ષા યોજાશે

રાજ્ય સરકાર દ્વારા એક તરફ ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ કરતાં 45 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું છે ત્યારે બીજી તરફ, 15મી જુલાઈ ગુરૂવારથી રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવાની છે. આણંદ જિલ્લામાંથી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના કુલ 16697 વિદ્યાર્થીઓ 19 કેન્દ્ર પરથી પરીક્ષા આપશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ધોરણ 10માં કુલ 17 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. જેમાં 56 બિલ્ડીંગોમાં કુલ 536 બ્લોક રહેશે અને કુલ 10703 વિદ્યાર્થી પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ બે પરીક્ષા કેન્દ્ર પરથી 20 બિલ્ડીંગમાં 219 બ્લોકમાં કુલ 5994 વિદ્યાર્થી પરીક્ષા આપશે.

પ્રથમ દિવસે ધોરણ 10માં ગુજરાતી વિષયની સવારે 10 થી બપોરે સવા એક વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન અને કોમર્સમાં એકાઉન્ટ વિષયની બપોરના સેશનમાં પરીક્ષા યોજાશે.ઉલ્લેખનીય છે કે, પરીક્ષા શરૂ થવાના આગળના દિવસે સરકારની કોવિડ ગાઈડલાઈન અંતર્ગત કેન્દ્ર પર સંચાલકો દ્વારા સેનેટાઈઝની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત, સેનેટાઈઝની બોટલ મૂકવામાં આવી હતી.

પારદર્શક બોટલ લઈ જવાની છૂટ
કોવિડ સંક્રમણ ફેલાય નહીં તે માટે દરેક શાળા સંચાલકોએ ફરજીયાતપણે સરકારે જારી કરેલી કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે જેમાં, પરીક્ષા આપવા આવનારા દરેક વિદ્યાર્થી અને સ્કુલ સ્ટાફે માસ્ક પહેરવાનું રહેશે , પરીક્ષા સ્થળના મુખ્ય દરવાજા પર સેનેટાઈઝરની વ્યવસ્થા કરવી , વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ચોક વડે માર્કીંગ કરી 6 ફૂટનું અંતર જળવાય તે પછી જ પ્રવેશ કાર્યવાહી કરવી , વર્ગખંડમાં પણ છ ફૂટના અંતરે જ વિદ્યાર્થીઓને બેસાડવાના રહેશે , ભીડ ઓછી કરવા બે દરવાજા હોય તો વિદ્યાર્થીઓને બે દરવાજામાંથી પ્રવેશ આપવો, પરીક્ષા પૂરી થયા બાદ જવા દેવા , કોવિડ 19ને પગલે પારદર્શક પાણીની બોટલ સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો , પરીક્ષા પહેલાં અને એ પછી વિદ્યાર્થીઓના ટોળાં ન થાય તેની પણ તકેદારી રાખવી

SP યુનિ.માં આજથી છઠ્ઠા સેમની ઓફલાઈન પરીક્ષા
વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં 15મી જુલાઈ, ગુરૂવારથી છઠ્ઠા સેમિસ્ટરની ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ થશે. પરીક્ષા યુનિવર્સિટીના જ્ઞાનોદય પરીક્ષા ભવન ઉપરાંત વિવિધ કોલેજ અને હ્યુમીનીટીઝ બિલ્ડીંગમાં લેવાશે. પરીક્ષા બે સેશનમાં યોજવાનું યુનિવર્સિટી દ્વારા આયોજન કરાયું છે. આ અંગે વાત કરતાં વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, બી.એ., બી.કોમ. બીએસસી, બીએસડબલ્યુ સહિતના વિષયોના છઠ્ઠા સેમિસ્ટરની પરીક્ષાનો ગુરૂવારથી પ્રારંભ થશે. કુલ વીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

કોરોના સંક્રમણ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે અને બીજી તરફ સરકાર દ્વારા પણ હવે શિક્ષણ ક્ષેત્રે આંશિક છૂટછાટ આપી છે ત્યારે હવે મોટાભાગના વિષયોની પરીક્ષાઓ ઓફલાઈન લેવામાં આવી રહી છે. અને તેને પગલે જ હવે છઠ્ઠા સેમિસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા કોવિડ ગાઈડલાઈનને અનુસરીને પરીક્ષા લેવાનું આયોજન કર્યું છે. અત્યાર સુધીમાં ઓનલાઈનમાં 29 અને ઓફલાઈનમાં આઠ મળી કુલ 37 વિદ્યાર્થીઓ કોપી કરતાં ઝડપાયા છે.

અન્ય સમાચારો પણ છે...