તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધો.10નું પરિણામ:આણંદ જિલ્લામાં A-1 ગ્રેડમાં 420, A-2માં 1200 સાથે 30575 વિદ્યાર્થીઆેને માસ પ્રમોશન

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓએ શાળામાં જઈને જ અોનલાઈન જોવાનું રહેશે

આણંદ જિલ્લામાં ધો.10માં 30573 વિદ્યાર્થીઆેને માસ પ્રમોશન અપાયું છે. ત્યારે સૌથી મોટો વિક્ટ પ્રશ્ન ધો.11માં પ્રવેશનો બનશે. મોટા ભાગની શાળાઓમાં ધો.11માં એક જ વર્ગ છે. ત્યારે વિદ્યાર્થીઆેને સમાવા કેવી રીતે તે પ્રશ્ન થઈ રહ્યો છે. જેને લઈને શાળા સંચાલકોમાં મુંઝવણ અનુભવી રહ્યાં છે.

જ્યારે આણંદ જિલ્લામાં અે વન ગ્રેડમાં 420 અને એ ટુ ગ્રેડમાં 1200, બી વન ગ્રેડમાં 2243, બી ટુ ગ્રેડમાં 3874 વિદ્યાર્થીઆે પાસ થયા છે. જેને લઈને પણ વિજ્ઞાન પ્રવાહમાં ધો.11માં પ્રવેશની ક્ષમતાં 5500ની છે.ત્યારે અન્ય શાળાઆેમાંથી આવતાં વિદ્યાર્થીઆેને પ્રવેશ મેળવવાનું મુશ્કેલીઓ પડશે. હાલ તો ધો.10નું પરિણામ જે તે શાળામાં વિદ્યાર્થીઆેને ઓનલાઈન બતાવી પ્રીન્ટ કાઢી આપવામાં આવશે. અેકી સાથે વિદ્યાર્થીનો પરિણામ જોવા ધસારો થશે. જેના કારણે શાળા સંચાલકોને મુશ્કેલી પડશે.

વિદ્યાર્થીઅોને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે
આણંદ પાયોનિયર હાઈસ્કુલના પ્રિન્સીપાલ અક્ષય પટેલ જણાવ્યું હતું કે,ધો.10નું પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું છે. જેના જાણકારી માટે વિદ્યાર્થીઆેઅે શાળા આવાનું રહેશે. તેમજ વિદ્યાર્થીઆેઅે સરકાર દ્વારા બહાર પડાયેલી કોવીડ-19ની ગાઈડ લાઈન પાલન કરી ફરજિયાત પણે માસ્ક અને સામાજીક અંતર જાળવું પડશે.

પરિણામ માટે સવારે શાળામાં વ્યવસ્થા
આણંદ શારદા હાઈસ્કુલના આચાર્ય પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે, ધો.10નું પરિણામ જોવા શાળામાં સવારના સમયે 8થી 10માં વિદ્યાર્થીઆેએ તબક્કાવાર આવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...