તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન:આજે બંધનું એલાન પણ બજારો ખુલ્લાં રહેશે

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 15 દિવસથી ખેડૂતોઓ હોબાળો મચાવ્યો, ભાજપ સમર્પિત સંગઠનો દ્વારા બંધના એલાનમાં નહીં જોડાવવાનો નિર્ણય

કેન્દ્ર સરકાર દ્વારા એમએસપી સહિત ત્રણ કાળાકાયદા ખેતીમાં લાગુ કરવામાં આવ્યા છે.જેના પગલે દેશમાં છેલ્લા 15 દિવસથી ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો છે અને 8મીએ ભારત બંધનું એલાન આપ્યું છે.ત્યારે આણંદ-ખેડા જિલ્લામાં કોંગ્રેસ સહિતના કેટલાંક પક્ષો દ્વારા ભારત બંધના એલાન સમર્થન આપવામાં આવ્યું છે.આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા નેશનલ હાઇવે 8 પર ગામડી બ્રીજ પાસે ચક્કાજામ કરવા માટે આયોજન મંગળવાર સવારે 8 વાગ્યે કરવામાં આવ્યું છે.જયારે ભાજપ સમર્પિત સંગઠનો દ્વારા ભારત બંધના એલાનમાં નહીં જોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે ચરોતરમાં ભારત બંધનું એલાન સફળ થાય છે કે નહીં તેના પર સૌની નજર છે.તો બીજી બાજુ આણંદ શહેર સહિત જિલ્લામાં બંધ દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા જ બંદોબસ્તની કામગીર કરશે. પરંતુ કોઇ પણ વ્યક્તિ દ્વારા બંધ કરાવવા માટે દબાણ કરાવવામાં આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ આણંદ ડીએસપી અજીત રાજીયને જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો