તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:એક સર્વે નંબરમાં અનેક નામ, માલિકો વિદેશ હોય વળતર ચૂકવણીમાં ડખો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમજૂતિવાળા 5 ગામમાં 1.34 કરોડ ચૂકવાયા બીજા પાંચ ગામમાં બાકી રહ્યા

કંડલાથી ઉત્તરપ્રદેશના ગોરખપુર જતી ગેસની પાઇપ લાઇનમાં આણંદ જિલ્લાના 10 ગામોના ખેડૂતોની જમીન લેવામાં આવી છે. જેમાં આણંદ તાલુકાના અજરપુરા, સામરખા,ત્રણોલ, ચિખોદરા, રાસનોલ, બેડવા, સારસા, રામનગર, આંકલાવડી અને વહેરાખાડી ગામનો સમાવેશ થાય છે. જેમાં અજરપુરા, ત્રણોલ, સામરખા, ચિખોદરા અને રાસનોલ ગામની ગેસ પાઇપ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. અને ગેસ પાઇપલાઇન નાખવામાં 117 ખેડૂતોની ગયેલ જમીનું વળતરનું ચુકવણું પણ કરી દેવાયું છે.

અત્યાર સુધીમાં 1.34 કરોડ રૂપિયાનું ચુકવણું કરી દેવાયું છે. અને બેડવા,સારસા ,રામનગર,આંકલાવડી અને વેરાખાડી ગામની અંદર ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી કાર્યરત કરી દેવાઈ છે.જો કે ગેસ પાઈપ લાઈન નાખવાની આ કામગીરીમાં જે ખેડૂતોની જમીન ગઈ છે. તે ખેડૂતોને જમીનનું વળતર આપવા માટે પ્રાંત અધિકારીની કચેરીમાં ચાલી રહેલી કામગીરીમાં ખેડૂતોને શોધીને જમીન વળતરનું ચૂકવણું કરવું પ્રાંત કચેરી માટે ભારે મથામણ રૂપ બની રહ્યૂં છે .

હાલમાં જે ખેડૂતો જમીન ઉપર હક ધરાવે છે અને એક જમીન નંબરમાં એકથી વધુ ખેડૂતોના નામ છે તેવી જમીનનું ચૂકવણું કોઈ એક ખેડૂતના નામે કરવું કે સંયુક્ત ચુકવણું કરવું તેને લઈને પણ કચેરી મથામણ અનુભવી રહી છે. કેટલાક ખેડૂતો વિદેશ ગયા હોય તેઓનું સરનામું શોધવું પણ કચેરી માટે અઘરું બન્યું છે. આમ કંડલા થી ગોરખપુર ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરીના ભાગરૂપે જમીન વળતર નું ચુકવણું કરવું પ્રાંત કચેરી માટે ભારે પડકારરૂપ બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...