તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેંતરો:SP યુનિવર્સિટીના ભ્રષ્ટાચારને છાવરવાનો પેંતરો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વીસીની ટર્મ પૂરી થાય ત્યાં સુધી તપાસ સમિતિના અહેવાલ દબાવી રાખવાની હિલચાલ
  • 29 કરોડનું કૌભાંડ, GSTની નોટિસ સહિતના મુદ્દે આજની સિન્ડીકેટ તોફાની બનશે

સરદાર પટેલ યુનિવર્સિટી છેલ્લાં કેટલાંય સમયથી વિવાદનું કેન્દ્ર બની છે. બુધવારે સવારે સાડા દસ વાગ્યે સિન્ડીકેટ હોલમાં બેઠક મળવાની છે ત્યારે એજન્ડામાં માત્ર પ્રોફેસરોની પસંદગી અને ઓનલાઈન પરીક્ષામાં છથી સાત વિદ્યાર્થીઓને સજા સહિત નવેક મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય અન્ય કોઈ મહત્વના મુદ્દા સમાવાયા નથી. ત્યારે આજે મળનારી સિન્ડીકેટ બેઠકમાં સિન્ડીકેટ સભ્યો દ્વારા યુનિવર્સિટીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને લઈને કેટલાંક સિન્ડીકેટ સભ્યો દ્વારા વિરોધ નોંધાવવામાં આવે અને તેને લઈ સભા તોફાની બને તેવી સંભાવના છે.

યુનિવર્સિટીના બાયો સાયન્સની આગને જૂનમાં એક વર્ષ પૂર્ણ થયું અને કમિટીએ ગત ડિસેમ્બરમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. જોકે, આમ છતાં છ મહિના પછી પણ તેને સિન્ડીકેટમાં લાવવામાં આવ્યો નથી. નોંધનીય છે કે, તેના રીપેરીંગનો ખર્ચો રૂપિયા 25 લાખ બતાવવામાં આવ્યો છે, જેને લઈને પણ વિવાદ છે.

આ ઉપરાંત, રૂપિયા 29 કરોડના હિસાબોના ગોટાળા અંગે પણ કમીટી નીમીને દરરોજ તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય, એફીલિયેશન ફી અને ભાડાની આવક પર રૂપિયા 95 લાખની જીએસટીની નોટિસને લઈને પણ વિવાદ સર્જાયો છે. ત્યારે સમગ્ર મુદ્દે વાઈસ ચાન્સેલર સપ્ટેમ્બરમાં પૂરી થતી તેમની ટર્મને લઈને ભ્રષ્ટાચારને છાવરી તો નથી રહ્યા ને તે બાબત હાલ ચર્ચાનો વિષય બની છે.

અમુક સભ્યો જ વિરોધ કરતા હોય મોકળંુ મેદાન
વર્ષ 2016થી એસપી યુનિવર્સિટીનો વાઈસ ચાન્સેલર તરીકેનો કાર્યભાર સંભાળનારા શીરીષ કુલકર્ણી છેલ્લાં કેટલાંય સમયથી વિવાદમાં રહ્યા છે. તેમની પાસે પીએચડીની ડિગ્રી ન હોવા ઉપરાંત, તેમનો વાઈસ ચાન્સેલર તરીકેની પસંદગી માટેનો પ્રોફેસર તરીકેનો અનુભવ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. અત્યાર સુધી અલ્પેશ પુરોહિત, બિપીન પટેલ સહિતના ગણ્યાં ગાંઠ્યા સિન્ડીકેટ સભ્યો જ વિરોધ કરતાં હોય છે. વિદ્યાર્થીઓના હિત માટે વરાયેલા સિન્ડીકેટ સભ્યો ક્યારેક વિદ્યાર્થી કરતાં સંસ્થાનું હિત વધુ જોતાં વાઈસ ચાન્સેલરને ફાવતું મળી ગયું છે.

વીસીના રાજીનામાથી વધુ કંઈ નહીં ખપે
વાઈસ ચાન્સેલરે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક ભ્રષ્ટાચાર કર્યા છે. કોઈ પણ વ્યક્તિ વિરોધ કરે એટલે તેમના વિરૂદ્ધમાં કાર્યવાહી કરાય છે અને તેમને ખોટાં ઠેરવવામાં આવે છે. જો સરકાર દ્વારા તેમના વિરૂદ્ધ તપાસ સમિતિ નીમવામાં આવે તો અનેક ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે. હાલમાં તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. > એચ. ડી. પટેલ, સિન્ડીકેટ સભ્ય

અન્ય સમાચારો પણ છે...