તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Managers Of Anand General Hospital Operated On Kovid Positive Woman And Saved The Life Of The Child As Well As The Mother.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રસંશનીય કામગીરી:આણંદની જનરલ હોસ્પિટલના સંચાલકોએ કોવિડ પોઝિટિવ મહિલાનું ઓપરેશન કરી બાળક તેમજ માતાનો જીવ બચાવ્યો

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
જનરલ હોસ્પિટલના સંચાલકો દ્વારા બાળક તેમજ માતાનો જીવ બચાવાયો - Divya Bhaskar
જનરલ હોસ્પિટલના સંચાલકો દ્વારા બાળક તેમજ માતાનો જીવ બચાવાયો
 • ધી કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટી કોવિડ-19 સેન્ટર તથા જનરલ હોસ્પિટલની પ્રસંશનીય કામગીરી
 • શહેરની અન્ય ખાનગી હોસ્પિટલે કોવિડ પોઝિટિવ મહિલાનું ઓપરેશન કરવા કોઈ તૈયારી ન દાખવી

આણંદ જિલ્લાના ખંભાત શહેરના ઋણમૂકતેશ્વર મહાદેવ પાસે રહેતા 26 વર્ષીય સગર્ભા યુવતી ભાવિકાબેન ઉમેશભાઈ પ્રજાપતિને પ્રસૂતિના આખરી દિવસોમાં કોરોના પ્રોઝિટિવ આવતાં ખંભાતની કેમ્બે હોસ્પિટલના કોવિડ-19 સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેનને પ્રસુતિની પીડા ઉભી થતાં તત્કાલીન ધોરણે ઓપરેશન કરવાની ફરજ પડી હતી. શહેરની અન્ય ખાનગી ગાયનેક દવાખાને કોવિડ પોઝિટિવ મહિલાનું ઓપરેશન કરવા કોઈ તૈયારી ન દાખવતા આખરે જનરલ હોસ્પિટલના સંચાલકો દ્વારા બાળક તેમજ માતાનો જીવ બચી શકે તે માટે માનવતાના ધોરણે અને વ્યવસાયિક ફરજના ભાગ રૂપે આ ઓપરેશન કરવામાં આવ્યુ હતું

ડોકટર પણ આખરે માણસ છે અને સરકારી ગાઈડલાઈન મુજબ વર્તવું પડે કોઈ જોખમ થઈ જાય તો કાયદાની ચુંગાલમાંથી નીકળવું અઘરું થઈ પડે. આ વિચારે ખંભાત શહેરની અન્ય ખાનગી ગાયનેક દવાખાને કોવિડ પોઝિટિવ મહિલાનું ઓપરેશન કરવા કોઈ ડોક્ટર તૈયારી ન દાખવતા આખરે જનરલ હોસ્પિટલના સંચાલકો દ્વારા ગાયનેક.ડો.નિધિબેન પટેલ તેમજ કોવિડ આર.એમ.ઓ ડો.સતિષભાઈ પટેલ સાથે ચર્ચા વિચારણા કરી તાકીદે બાળક તેમજ માતાનો જીવ બચી શકે તે માટે માનવતાના ધોરણે અને વ્યવસાયિક ફરજ ના ભાગ રૂપે આ ઓપરેશન કરવાનું નક્કી થયું.

કોવિડ પોઝિટિવ સગર્ભા મહિલાના જોખમી ઓપરેશન માટે કોવિડ ગાઈડલાઈન મુજબ પૂરતી તૈયારીઓ અને આયોજન કરી જનરલ હોસ્પિટલ ઓપરેશન થિયેટરમાં લગભગ બપોરે 02:00 કલાકે ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું. કોવિડ પોઝેટીવ માતાએ લક્ષ્મી સ્વરૂપ દીકરીને જન્મ આપ્યો હતો. નિયમ મુજબ અને નવજાત શિશુને જીવન માટે તેનો કોરોના ટેસ્ટ કરાવવો પણ જરૂરી હતો. ડોકટર્સ દ્વારા નવજાત શિશુનો કોવિડ-19નો નિયમ મુજબનો ટેસ્ટ કરાવવામાં એવ્યો હતો. મહત્વનું છે કે, આ રિપોર્ટ નેગેટિવ આવતા ડોકટર્સ અને પરિવારની ખુશી વચ્ચે બેવડાઈ હતી.

મહત્વનું છે કે, ઈશ્વરની કૃપાથી નવજાત શિશુનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવતાં નવજાત દીકરીને તેના પરિવાર જનોને સુપ્રત કરવામાં આવી હતી અને કોરોના સંક્રમીત પ્રસૂતા ભાવિકાબેન પ્રજાપતિને પુનઃ કોવિડ સેન્ટર ખાતે આઇશોલેશન આઈ.સી.યુ માં દાખલ કરવામાં આવ્યા છે. હાલ માતા અને દીકરી બંને ની તબિયત સ્વસ્થ છે.

નવજાત શિશુના પરિવારજનો અને જાહેર જનતામાં ધી કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટી તેમજ જનરલ હોસ્પિટલ દ્વારા માનવતાનું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું હોઈ આભાર અને અભિનંદનની લાગણી વહી છે. વિનામૂલ્યે સારવાર કરી એક મધ્યમ વર્ગના સામાન્ય પરિવારની વ્હારે આવી હોસ્પિટલના ડૉક્ટર્સ-નર્સ-સ્ટાફની પ્રશંસનીય કામગીરીને લોક પ્રસંશા મળી રહી છે.

આ સંસ્થાના ટ્રસ્ટીઓ ડૉક્ટર્સ-નર્સ-સ્ટાફ અને વિશેષમાં ગાયનેક ડો.નિધિબેન પટેલ અને કોવિડ ક.એમ.ઓ ડો.સતિષભાઈ પટેલ દ્વારા પ્રશંસનીય કામગીરીને સંસ્થાના સેક્રેટરી યોગેશભાઈ ઉપાધ્યાય અને સંચાલકો દ્વારા વધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો