• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Management Meet Was Held At Charusate University, Students Were Given Information On How To Run A Business Under Business Baazigar.

કોન્વેગ્નો:ચારૂસેટ યુનિવર્સીટીમાં મેનેજમેન્ટ મીટ યોજાઈ, બિઝનેસ બાઝીગર અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે બિઝનેસ ચલાવવો તે વિષે માહિતી અપાઈ

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચારૂસેટ યુનિવર્સિટીને એન્ત્રપ્રિનિયોર ક્ષેત્રે રાજ્યકક્ષાનું હબ બનાવામાં આયોજન પૂર્વકની પહેલ
  • લર્નીગ બાય ડુઈગ થકી મેનેજમેન્ટનું પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવ્યું

ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા કોન્વેગ્નો 2021 અંતર્ગત મેનેજમેન્ટ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા મેનેજમેન્ટ મીટ અંતર્ગત મેનેજમેન્ટ વિદ્યાશાખાના 450 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ મીટમાં વિદ્યાર્થીઓને ક્રિએટિવ લીડરશિપ, સ્ટ્રેટેજીક મેનેજ્મેન્ટ, હ્યુમન કન્સર્ન, ઓનલાઈન એજ્યુકેશન વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી.

આ મીટમાં અનેક વિવિધ એક્ટીવીટી યોજાઈ હતી. જેમાં બિઝનેસ બાઝીગર અંતર્ગત વિદ્યાર્થીઓએ કેવી રીતે બિઝનેસ ચલાવવો તેના એન્ત્રપ્રિનિયોરના પાઠ શીખ્યાં હતા. આ સ્પર્ધાઓમાં ભાગ લેનારા સ્પર્ધકોને સર્ટીફીકેટ અને વિજેતાઓને વિવિધ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં હતા.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ચારૂસેટ યુનિવર્સિટીને એન્ત્રપ્રિનિયોર ક્ષેત્રે રાજ્યકક્ષાનું હબ બનાવામાં આયોજન પૂર્વકની પહેલ અને પ્રયત્નો તેમજ સેમીનાર આયોજિત કરવામાં આવે છે. ચારૂસેટ યુનિવર્સિટીને એન્ત્રપ્રિનિયોર ક્ષેત્રે રાજ્યકક્ષાનું હબ બનાવવાની સાથે સાથે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા, લીડરશીપ, સર્જનાત્મકતા અને નવીનીકરણ બાબતે પીઠબળ મળી રહે તે હેતુ સાથે ચારુસેટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે.

ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સંલગ્ન ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (IIIM)દ્વારા બે દિવસ માટે કોન્વેગ્નો 2021 અંતર્ગત મેનેજમેન્ટ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ દર વર્ષે વિદ્યાર્થીઓને લર્નીગ બાય ડુઈગ થકી મેનેજમેન્ટનું પ્રેક્ટીકલ જ્ઞાન આપવા માટે ‘કોન્વેગ્નો’નું આયોજન કરે છે.

આ અંગે ડો.ભાસ્કર પંડ્યાએ જણાવ્યું હતું કે, આ મેનેજમેન્ટ મીટનો હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક સુષુપ્ત શક્તિઓને અને આવડતોને બહાર લાવવાનો તેમજ મેનેજમેન્ટનો પ્રત્યક્ષ અનુભવ કરાવવાનો હતો. આ મીટ અંતર્ગત 15થી પણ વધારે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બિઝનેસ બાઝીગર, શો યોર ટેલેન્ટ, બીયર ગેમ, એડ મેડ શો, બેસ્ટ આઉટ ઓફ ધ વેસ્ટ, ડીબેટ, એસે રાઈટીગ, રોડીઝ, સિને મેજિક, ટ્રેઝર હન્ટ, પેઈન્ટીગ, અંતાક્ષરી અને ફેશન શો વગેરેનો સમાવેશ થતો હતો. જેમાં 450 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

કોન્વેગ્નો 2021અંતર્ગત ઉદ્ઘાટન સમારંભમાં DGP (PRISONS)અમદાવાદના ડો. કે. એલ. એન. રાવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જેલમાં કરેલા વિવિધ પરિવર્તન વિશેના પોતાના અનુભવો વિદ્યાર્થીઓને રજૂ કરી સ્વાવલંબી માનવતાવાદી અભિગમની વાત કરી હતી. તેમના દ્વારા કેદીઓના જીવનધોરણમાં પરિવર્તન માટે લેવામાં આવેલા પગલાં અને અવનવા સંશોધનો ખરેખર પ્રસશનીય છે. જેલ અને જેલના અંદરના જીવન વિષે લોકોમાં ઘણી ગેરમાન્યતા પ્રવર્તી હોય છે. જેના વિશે વાત કરીને તેમણે જેલ વિશેની માન્યતા બદલી નાખી હતી.

મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં આ અંતર્ગત અગાઉ “એડ ગુરુ” પ્રહલાદ કકકડ, “મુંબઈ ડબ્બાવાલા”, આઈ.આઈ.એમ., ઇન્દોરના ડીરેક્ટર પ્રો.ડો.એન.રવિચંદ્રન, જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય, આઈ.આઈ.એમ.ના એલમ્ની અને લેખિકા રશ્મી બંસલ, ડાયમંડ કિંગના હુલામણા નામથી જાણીતા સવજી ધોળકિયા વગેરે મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ વિશે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...