કાર્યવાહી:સગીરા પર દુષ્કર્મ કરનારા બાંધણીના શખસને 20 વર્ષની સખત જેલની સજા

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 7 વર્ષ અગાઉ સગીરાને રિક્ષામાં બેસાડી સીમમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું

પેટલાદના બાંધણી સ્થિત નાથજી પાર્ક સોસાયટીમાં રહેતા ભરત રાવજી સોલંકીએ સગીરાને 7મી ફેબ્રુઆરી, 2014ના રોજ પાડગોલ ગામના બસ સ્ટેન્ડ પાસેથી પટાવી-ફોસલાવી લઈ ગયો હતો. એ સમયે તેની સાથે એક સગીર પણ હતો. બંને જણાં તેણીને મહેળાવ ગામની સીમમાં લઈ ગયા હતા. જ્યાં સગીરે તેણીના હાથ પકડી રાખ્યા હતા. અને એ સમયે શખ્સે તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ સંદર્ભે બંને જણાંએ તેણીને જો કોઈને વાત કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બનાવ સંદર્ભે પીડિતાના પરિવારજનોએ બંને જણાં વિરૂદ્ધ મહેળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સગીર વિરૂદ્ધ જુવેનાઈલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી. સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજ એસ.ડી. પાન્ડેયની કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો. કોર્ટે આરોપી ભરત સોલંકીને વીસ વર્ષની સખત કેદ અને રૂપિયા 35 હજારના દંડની સજા ફટકારી હતી. જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા આરોપીએ ભોગવવાની રહેશે. આ ઉપરાંત રૂપિયા ચાર લાખનું વળતર પીડિતાને ચૂકવવા હુક્મ કર્યો છે.

પીડિતના ભાઈની અગાઉ હત્યા કરી નાંખી હતી
બંને શખ્સો કુખ્યાત છે. તેઓએ સગીરા વિરૂદ્ધ અગાઉ પણ દુષ્કર્મ ગુજાર્યું હતું. જે અંગે સગીરાના 14 વર્ષીય ભાઈએ ઠપકો આપ્યો હતો. જેને પગલે તેની રીસ રાખીને બંને શખ્સે અન્ય સાથે મળીને તેને માર માર્યો હતો. જેમાં પીડિતાના ભાઈનું બે મહિના સારવાર હેઠળ રહ્યા બાદ મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...