સજા:આંકલાવમાં ચપ્પુ બતાવી સગીરા પર દુષ્કર્મ આચરવાર શખ્સને 20 વર્ષની કેદ

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ ત્રણ વર્ષ પહેલા સગીરાના ઘરમાં ઘુસી દુષ્કર્મનો વીડિયો પણ ઉતાર્યો હતો

આંકલાવમાં રહેતી સગીરા ઘરે એકલી હતી તે દરમિયાન ખડોલ (હ) ગામનો શખ્સે તેના ઘરમાં ઘુસી ચપ્પુ બતાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કૃત્યનું તેણે મોબાઇલમાં શુટીંગ પણ કર્યું હતું. આ ગંભીર ઘટના અંગે દૂષ્કર્મીને 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો.

આંકલાવના ખડોળ (હ) ગામે રહેતો ભરત રાવજી ભોઇ (ઉ.વ.31)એ 24મી ફેબ્રુઆરી, 2019ના રોજ એક સગીરા ઘરે એકલી હતી તે સમયે ઘરમાં ઘુસી જઇ ચપ્પુ બતાવી ગુપ્ત ભાગે હાથફેરવી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઉપરાંત મોબાઇલથી વિડીયો શુટીંગ પણ કર્યું હતું અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે, આ ઘટના અંગે સગીરાએ પરિવારને જાણ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જે સંદર્ભે પોલીસે ભરત રાવજી ભોઇ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું.

આ કેસ આણંદના સ્પેશ્યલ જજ અને એડિશ્નલ સેશન્સ જજ જી.એચ. દેસાઇની અદાલતમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકિલ એન.પી. મહિડાની દલીલો અને 49 દસ્તાવેજી પુરાવા, 22 સાક્ષીને ધ્યાને રાખી ભરત રાવજી ભોઇને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.20 વર્ષની સખત કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ આઠ માસની સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો હતો. આ ઉપરાંત અન્ય કલમ હેઠળ પણ સજા ફટકારી હતી. જ્યારે ભોગ બનનારને રૂ. પાંચ લાખનું વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

કઇ કલમ હેઠળ કેટલી સજા?

આઈપીસી 452 મુજબ 3 વર્ષની સખત કેદ અને રૂ.500નો દંડ ,જો દંડ ન ભરે તો વધુ 15 દિવસની સાદી કેદ.

-આઈપીસી 506 (2) મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂ.500નો દંડ,જો દંડ ન ભરે તો વધુ 15 દિવસની સાદી કેદની સજા.

-પોક્સો કલમ 4 મુજબ દસ વર્ષની સખત કેદની સજા તથા રૂ.પાંચ હજારનો દંડ,જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા.

-પોક્સો કલમ 6 મુજબ 20 વર્ષની સખત કેદની સજા અને રૂ. દસ હજારનો દંડ,જો દંડ ન ભરે તો વધુ આઠ માસની સાદી કેદની સજા.

-પોક્સો કલમ 14 (1) મુજબ પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂ. પાંચ હજારનો દંડ, જો દંડ ન ભરે તો વધુ આઠ માસની સાદી કેદની સજા.

અન્ય સમાચારો પણ છે...