ક્રાઈમ:જોળ પાસેથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, એક લાખનો મુદૃામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

આણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ પાસેના જોળ ગામ પાસેથી વિદ્યાનગર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન વર્ણનવાળી રિક્ષા આવી પહોંચતા જ પોલીસે તેને અટકાવી તપાસ કરતા જેમાં 10 હજારની કિંમતનો એક કિલો ગાંજા સાથે સુરેશ વિજય સોલંકી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે રૂ 10 હજારની કિંમતનો ગાંજો અને રિક્ષા મળી રૂપિયા એક લાખનો મુદૃામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...