લોકડાઉન:જોળથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, એક લાખનો મુદૃામાલ કબ્જે કરી કાર્યવાહી કરાઈ

આણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદ્યાનગર પોલીસને એક શખ્સ રિક્ષામાં ગાંજાનો જથ્થો લઈને જોળ ગામ પાસેથી પસાર થવાનો હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન વર્ણનવાળી રિક્ષા આવી પહોંચતા જ પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. જેમાં રૂપિયા 10 હજારની કિંમતનો એક કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે તેના નામ-ઠામની પૂછપરછ કરતાં સુરેશ વિજય સોલંકી (રહે. સંજાયા) હોવાનું ખૂલ્યું હતું. પોલીસે રૂ 10 હજારની કિંમતનો ગાંજો અને રિક્ષા મળી રૂપિયા એક લાખનો મુદૃામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...