મુલાકાત:પેટલાદ ધૈર્યપુરામાં ઇંટોના ભઠ્ઠાની મામલતદારે સ્થળ તપાસ કરી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇંટોનો ભઠ્ઠો બંધ હાલતમાં હોવાથી પંચનામુ કર્યું

ગુજરાત રાજય પોલ્યુશન વિભાગે આણંદ જિલ્લામાં તમામ તાલુકામાં 69 જેટલા ઇંટો ભઠ્ઠા બંધ કરવા માટે સુચના આપી હતી.જેના પગલે આણંદ જિલ્લા કલેકટર અને આણંદ પોલ્યુશન વિભાગ દ્વારા જે તે તાલુકાના મામલતદારને સુચના આપી હતી. જે અંતર્ગત બોરસદ તાલુકાના 18 જેટલા ઇંટો ભઠ્ઠા મામલતદારે મુલાકાત લઇને બંધકરાવ્યા હતા. જયારે પેટલાદ ધૈર્યપુરામાં એક માત્ર ઇંટોનો ભઠ્ઠો આવેલો છે.જેની સ્થળ તપાસ પેટલાદ મામલતદારે કરી હતી. જો કે બંધ હાલતમાં જોવા મળ્યો હતો.

પેટલાદ મામલતદાર એન.કે.પ્રજાપતિ, નાયબ મામલતદાર એમ.પી. પરમાર અને મહિલા તલાટી ધૈર્યપુરા સીમમાં આવેલા લાલામીયા પઠાણનો ઇંટો ભઠ્ઠાની મુલાકતા લઇને સ્થળ તપાસ કરી હતી. ઇંટો ભઠ્ઠો બંધ હોવાથી પંચોની રૂબર તપાસ કરીને પંચાનામું કરીને જિલ્લા કક્ષાએ મોકલી આપ્યો હતો.સાથે સાથે તંત્રની સુચના વગર ઇંટો ભઠ્ઠો ચાલુ નહીં કરવા સુચના આપી હતી

અન્ય સમાચારો પણ છે...