સાવલી પાસે આવેલ નિમેષરા ગામેથી રમેશભાઈ ડાહ્યાભાઈ ભોઈ દેદરડા ખાતે રહેતા તેઓની ભાણીના સોમવારે સાંજે ભાણીનું લગ્ન હતું અને ચકલાસી ગામેથી જાન આવનાર હતી. જેને લઇ તેઓ મામેરૂ લઇ લઇ દેદરડા ખાતે આવ્યા હતા અને દેદરડા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બપોરના સુમારે એક પુરપાટ ઝડપે જઈ રહેલ કારના ચાલકે બેફામગતિએ કાર દોડાવી રાહદારી રમેશભાઈને અડફેટે લીધા હતા.રમેશભાઈને કારની જોરદાર ટક્કર વાગતા તેઓ ઉછળીને રોડ પર પટકાયા હતા અને તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બીજી તરફ અકસ્માત સર્જીને કારચાલક કાર લઇને ફરાર થઇ ગયો હતો. આ ઘટનાને લઇ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.એક તરફ ભાણીનું લગ્ન અને બીજી તરફ મામેરું લઇ આવેલા મામાનું અકાળે અકસ્માતમાં મોત થતા લગ્નપ્રસંગમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો ઘટનાની જાણ થતા બોરસદ રૂરલ પોલીસ દોડી આવી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી ફરાર થઇ ગયેલા કાર ચાલકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.