ભાસ્કર વિશેષ:પુરુષો-ટ્રાન્સજેન્ડરો પણ એસિડ એટેકનો ભોગ બને છે

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસિડ એટેક ઓન વુમન પર સંશોધક ડૉ. નવપ્રિત કૌરનું યુનિ.માં વ્યાખ્યાન

છેલ્લાં કેટલાંય વર્ષોથી ભારતમાં એસિડથી થતા હુમલાઓનું પ્રમાણ વધ્યું છે. જોકે, તેના માટે જલદ પ્રવાહી એવું એસિડ જે સરળતાથી બજારમાં ઉપલબ્ધ થાય છે તે પણ એક કારણ જવાબદાર છે. તેમ થાય તો મહંદઅંશે એસિડથી થતાં હુમલાઓને રોકી શકાય એમ છે, એમ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના સોશિયલવર્ક વિભાગ દ્વારા ઍસિડ એટેક ઓન વુમન: સોશિયો લીગલ પર્સ્પેક્ટિવ વિષય પર યોજાયેલા સેમિનારમાં સંશોધક ડૉ. નવપ્રિત કૌરે જણાવ્યું હતું.

મૂળ પંજાબના અને લક્ષ્મી ફાઉન્ડેશન નામના એનજીઓના વાઈસ પ્રેસિડેન્ટ નવપ્રિત કૌરે એસિડ એટેક પર પીએચડી કર્યું છે. તેમના દ્વારા એસિડ એટેક પીડિતને મળતી સહાય,અનેકાયદાઓ વિશે વાત કરતાં પીડિતોને નોકરીએ રાખવા પર પણ ભાર મૂક્યો હતો. આ અંગે વધુ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ઍસિડ અટેક ફક્ત મહિલાઓ પર થાય છે તેમ નથી. પરંતુ પુરૂષ તથા ટ્રાન્સ જેન્ડરો પર પણ થતાં હોય છે. ભારતમાં 200 થી 300 ઍસિડ અટેક થાય છે તેમાં 80 % સ્ત્રીઓ પર અને 20 % જેટલાં પુરુષો પર થાય છે.

મોટે ભાગે પુરુષો ઉપર જમીનના વિવાદ બાબતે હુમલા કરવામાં આવે છે. એવા ઘણા કિસ્સાઓ છે જેમાં ફરિયાદ દાખલ થતી નથી અને પીડિતો જાહેર થતાં નથી. ભારતમાં અત્યાર સુધી 2થી 3 ટ્રાન્સ જેન્ડર ઉપર પણ ઍસિડ હુમલા કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધી એક યુવક ઉપર એસિડ હુમલો થયો હતો જેનું ઉદાહરણ આપીને નવપ્રિત કૌરે વિવિધ કંપની, સંસ્થા તથા યુનિ.ઓને તેવા પીડિતોને રોજગારી અને નોકરી આપવા અપીલ કરી હતી. ઍસિડ હુમલા થવાના કારણો અંગે જણાવ્યું હતું કે અમુક સાંસ્કૃતિક પરિબળો, પિતૃપ્રધાન સમાજ, દહેજપ્રથા, નાનપણથી જ યુવતી પ્રત્યેનું વલણ તથા પ્રેમનો અસ્વીકાર જેવા કારણોને લીધે આવી ઘટનાઓ સર્જાતી હોય છે.

એસિડ એટેકમાં વળતર વધારી રૂા.3 લાખ કરાયું
ડૉ. નવપ્રિત કૌરે જણાવ્યું હતું કે એસિડ એટેક બાદ કોઈ એક વ્યક્તિનું જ જીવવું હરામ થતું નથી. પરંતુ તેના આખો પરિવાર દોજખભરી જિંદગી જીવતો હોય છે. ઘણા-ખરા કિસ્સામાં તો ચહેરો એટલો બેહૂદો થઈ જતો હોય છે કે સમાજમાં તે તિરસ્કારરૂપ બનતો હોય છે ત્યારે આવા કિસ્સામાં સમાજે પણ હમદર્દી દાખવવી જોઈએ. સુરતમાં રહેતા એક પ્રિન્સ નામના એસિડ એટેકથી ઈજા પામેલા યુવકને ઇન્ડિગો કંપનીમાં ડેટા એન્ટ્રી ઓપરેટરની નોકરી અપાવવી હતી. સરકારે પણ પીડિતોને પણ પહેલાં અપાતું 5 હજારનું વળતર વધારીને 3 લાખ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...