તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બોગસ રોયલ્ટી પાસ બનાવી કોલસાની હેરાફેરીનો પર્દાફાશ

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાલેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

ખાણ ખનીજ વિભાગ દ્વારા દસ દિવસ અગાઉ ગેર કાયદેસર રેતી, માટી ખનન, હેરાફેરી સહિતની પ્રવૃત્તિઓ અટકાવવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉમરેઠ તાલુકાના વણસોલ પાસે ડમ્પર આવતા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા અટકાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં 25.590 ટન કોલસો ભરેલો હતો. આ ઉપરાંત અન્ય એક વાહનમાં પણ ગેરકાયદે કોલસો ભરેલો હતો. જેથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ડમ્પરના ચાલક રાજેશભાઈ ખાંભલા પાસે રોયલ્ટી પાસની માંગણી કરતા પાસ બતાવ્યો હતો. પરંતુ શંકા જતા અધિકારીઓએ ડમ્પરનું સામરખા ચોકડી પાસે તેનું વજન કરાવ્યું હતું.

જેમાં પાસમાં જણાવેલા વજન કરતાં વધુ વજન ડમ્પરમાં ભરેલું હતું. જેને પગલે વિભાગ દ્વારા કબ્જે લેવમાં આવ્યું હતું અને રોયલ્ટી પાસની ઓનલાઈન તપાસ કરવામાં આવી હતી. જેમાં ડમ્પર ચાલક દ્વારા રજૂ કરાયેલો પાસ બોગસ હોવાનું ખૂલ્યું હતું. આ બનાવ અંગે આણંદ ખાણ ખનીજ વિભાગમાં માઈન્સ સુપરવાઇઝર મદદનીશ તરીકે ફરજ બજાવતા સંકેતકુમાર પટેલે ભાલેજ પોલીસ સ્ટેશને રાજેશભાઈ ખાંભલા, વહીવટકર્તા કાળુભાઈ મોરસલ, ગુઘાભાઈ અને એસ.એસ.પી.પેપરનો દુરુપયોગ કરી તેના ઉપર બનાવટી છાપકામ કરી પ્રિન્ટ કાઢનારા સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો