તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંસ્થાનું ગૌરવ:આણંદની વિદ્યાર્થીની મહીષા પટેલને ગાંધીનગર ખાતે થીસિસનો એવોર્ડ એનાયત કરાયો

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહીષા પટેલને નેનોપાર્ટિકલ્સ વિષય પર ઉત્કૃષ્ઠ લઘુ સંશોધન માટે એવોર્ડ એનાયત થયો

સીવીએમ યુનિવર્સીટી સંચાલિત આઈસ્ટાર સંસ્થાના પર્યાવરણ વિભાગની ચોથા સેમિસ્ટરની વિદ્યાર્થીની મહીષા પટેલને તાજેતરમાં તા.24 માર્ચના રોજ ગાંધીનગર ખાતે અનુસ્નાતક વિભાગની કેટેગરીમાં નેનોપાર્ટિકલ્સ વિષય પર ઉત્કૃષ્ઠ લઘુ સંશોધન માટે ઉત્તમ એમ.એસ.સી. થીસિસનો એવોર્ડ એનાયત થયો હતો.

મહીષાએ કંપેરેટીવ ઇન્વેસ્ટિગેશન ઓન સિન્થેસિસ, કેરેક્ટરાયઝેશન, ડાય ડિકલરેસન એન્ડ રેમેડિએશન ઓફ નુટ્રિઅન્ટ્સ ફ્રોમ ઇન્ડસ્ટ્રીયલ એફલુઅન્ટ બાય ટાઇટેનિયમ ડાયોક્ષાઇડ એન્ડ ઝીંક ઑક્ષાઇડ મેટાલિક નેનોપાર્ટિકલ્સટ વિષય પર આઈસ્ટાર સંસ્થાના પ્રિન્સિપાલ પ્રો.ડો. નિર્મલ કુમારના માર્ગદર્શન હેઠળ ઔદ્યોગિક એકમો દ્વારા વાતાવરણમાં ઠલવાતા પ્રદુષિત પાણીમાં રહેલા પ્રદુષકોને નેનોપાર્ટિકલ્સનો ઉપયોગ કરીને કેવી રીતે દૂર કરવા તેની વિષે એક લઘુ સંશોધન હાથ ધર્યું હતું.

આ ઉત્કૃષ્ઠ સંશોધન બદલ માર્ગદર્શક પ્રો.ડો. નિર્મલ કુમાર અને વિદ્યાર્થીની મહીષાને ગાંધીનગર સ્થિત સરકારી સંસ્થા ગુજરાત ક્લીનર પ્રોડક્સન સેન્ટર અંતર્ગત યોજાયેલા પારિતોષિક સમારોહમાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ચેરમેનશ્રીના વરદ હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત સિદ્ધિ બદલ સીવીએમના ચેરમેન ઈજનેર ભીખુ પટેલ, ઓનરરી સેક્રેટરી ડો. એસ.જી પટેલ, વાઇસ પ્રેસિડન્ટ મનીષ પટેલ અને સીવીએમ યુનિવર્સીટીના ડાયરેક્ટર જનરલ ડો. પી.એમ. ઉદાણીએ સૌને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો