• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Maharana Pratap's 12.50 Feet Statue Will Be Unveiled In Anand, Yuvraj Of Bhavnagar Will Be Present At The Unveiling Ceremony

પ્રતિમા અનાવરણ મહોત્સવ:આણંદમાં મહારાણા પ્રતાપની 12.50 ફૂટની પ્રતિમા મુકાશે, અનાવરણ વિધીમાં ભાવનગરના યુવરાજ હાજર રહેશે

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરના લોટીયા ભાગોળ ખાતે ક્ષત્રિય સેના આણંદ જિલ્લા આયોજીત મહારાણા પ્રતાપ પ્રતિમા અનાવરણ મહોત્સવ આગામી 9મી મેના રોજ યોજનાર છે.ત્યારે મહારાણા પ્રતાપની 12.50 ફૂટની પંચધાતુની 18.50 લાખના ખર્ચે તૈયાર કરાયેલા વિશાળ પ્રતિમાના અનાવરણ મહોત્સવ નિમિત્તે ભાવનગરના યુવરાજ જયવીરરાજ સિંહજી ગોહિલના હસ્તે કરવામાં આવશે.

જોકે અત્યારથી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ સમારંભમાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલ, સાંસદ મિતેષભાઇ પટેલ, ધારાસભ્ય કાંતિભાઇ સોઢા પરમાર, આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ, છાયાબેન ઝાલા,આણંદ પાલિકાના કાઉન્સિલર ભાવેશભાઇ સોલંકી, કેનત બારોટ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમને સફળ બનાવવા માટે વનીશભાઇ પટેલ, સચીનભાઇ પટેલ સહિત રાજેશભાઇ પઢિયાર,લખનભાઈ વાઘેલા(ગામડી) સહિત આણંદ શહેર સહિત જીલ્લા ભરના ક્ષત્રિય સેનાના કાર્યકરોએ મોટી સંખ્યામાં જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...