સંસોધન:સોશ્યલ ડિસ્ટન્સ મેઈન્ટેન કરતી ટોપી બનાવાઈ

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SP યુનિ.ના લોક વિજ્ઞાન કેન્દ્રના વિદ્યાર્થીઓ દ્વારા અનોખી ટોપી તૈયાર કરાઈ

કોરોના મહામારીમાં ફરજીયાતપણે માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે.જો કે,આમ છતાં મોટા ભાગના લોકો તેનું પાલન કરતા નથી.ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીના લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ મેઈન્ટેન થાય એવી ઉનાળામાં પહેરી શકાય તેવી ટોપી બનાવી છે. આ ટોપીની વિશિષ્ટતા એ છે કે કોઈ પણ વ્યક્તિ 60 સેન્ટીમીટરથી વધુ નજીક આવે તો સાઈરન વાગવા લાગે છે. આ અંગે વાત કરતા વિભાગના માનદ નિયામક ડો.વિભાબેન વૈષ્ણવે જણાવ્યું હતું કે,ટોપીમાં સર્કિટ માઇક્રોકંટ્રોલરનો ઉપયોગ કરાયો છે.

મારા માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી અનુજ પટેલ,મયંક માછી અને નિર્મલ સોનીએ રિચાર્જેબલ સોશ્યિલ ડિસ્ટનસિંગ કેપ બનાવી છે. આ ઉનાળામાં પહેરવાની ટોપી છે.જેના પર 3 દિશામાં સેન્સર અને એક ઈલેક્ટ્રોનિક સર્કિટ લગાવવામાં આવી છે.તેની પર એક સ્વીચ અને રિચાર્જેબલ બેટરી છે. કોઈ પણ વ્યક્તિ 60 સેન્ટીમીટરથી વધુ નજીક આવે ત્યારે સાઈરન વાગે છે. એ પછી સ્વીચથી તેને બંધ કરી શકાય છે. આમ, સોશ્યલ ડિસ્ટન્સ મેઈન્ટેન કરી શકાય છે. લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી વિદ્યાર્થીઓએ સરકીટ આધારીત ટોપી રૂા. 500ના ખર્ચમાં તૈયાર કરી છે.

અન્ય સમાચારો પણ છે...