તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગની ઘટના:આણંદ નજીક એક્સપ્રેસ-વે પર લક્ઝરી બસમાં આગ ભભૂકી, 25 મુસાફરોનો આબાદ બચાવ

આણંદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફાયર બ્રીગેડના ફાયર માર્સલોએ એક લાખ રૂપિયા પરત કરી પ્રમાણિક્તા દાખવી

પુણેથી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસ આજે વહેલી સવારે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ-વે પર આણંદ નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે લક્ઝરી બસમાં અચાનક આગ લાગતા બસના ચાલકે બસને ઉભી કરી દીધી હતી. બસમાં સવાર મુસાફરો બસમાંથી સલામત રીતે બહાર નીકળી ગયા હતા અને જોતજોતામાં બસમાં આગ ભભુકી ઉઠી હતી.ઘટનાની જાણકારી મળતા આણંદ ફાયર બ્રીગેડના લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ કાબુમાં લીધી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજલક્ષ્મી ટ્રાવેલ્સની લક્ઝરી બસ પુણેથી મુસાફરો ભરી રાજસ્થાનના ભીલવાડા જઈ રહી હતી અને આ લક્ઝરી બસ આજે સવારે સાત વાગ્યાના સુમારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર આણંદ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે લક્ઝરી બસમાં અચાનક આગ લાગી હતી. બસમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા મુસાફરોમાં ભય અને દહેશત પ્રસરી ગઈ હતી.

પરિસ્થિતિનો તકાજો પામી ગયેલા લક્ઝરી બસના ડ્રાઈવરે તાત્કાલિક બસને રોડની સાઈડમાં ઉભી કરી દીધી હતી. બસ ડ્રાઈવર સહિત તમામ મુસાફરો બસમાંથી બહાર નીકળી સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. આ દરમિયાન જોતજોતામાં લક્ઝરી બસ સંપૂર્ણ આગની લપેટોમાં આવી ગઈ હતી. બસ ભડભડ સળગી ઉઠી હતી. ઘટનાની જાણ થતા આણંદ ફાયર બ્રીગેડના લાશ્કરો સહદેવ રાઠોડ, નીલેશ ઠાકોર, જયેશ ઠાકોર, મયુર ચૌહાણ, રઘુવીર પઢીયાર, અવિનાશ પરમાર સહિતનાઓ ફાયર ફાઈટર લઈને ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આણંદ ફાયર બ્રીગેડના લાશ્કરોએ આગની જ્વાળામાં ફેરવાઈ ગયેલ લક્ઝરી બસ પર પાણીનો મારો ચલાવી અંદાજે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આકસ્મિક આગની ઘટનાને લઈ હાઈવે ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જોકે આગ ઓલવાયા બાદ ધીમે ધીમે ટ્રાફિક પુનઃ શરુ થયો હતો.

લક્ઝરી બસના ચાલકે બસમાંથી ધુમાડો નીકળતો જોતા સમયસુચક્તાથી તાત્કાલિક બસને ઉભી કરી દઈ બસમાં સવાર 25 સ્ત્રી પુરુષો અને બાળકોને બસમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લીધા હતા. આ ઘટનાને લઈને એક્સપ્રેસ વે ઓથોરીટીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.પુણેથી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસમાં આગ લાગતા આણંદ ફાયર બ્રીગેડના લાશ્કરોએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી. આગ ઓલવવાની કામગીરી દરમિયાન ફાયર માર્સલો નીલેશભાઈ ઠાકોર, સહદેવભાઈ રાઠોડ, જયેશ ઠાકોર, મયુર ચૌહાણ, રઘુવીર પઢીયાર અને અવિનાશ પરમારને લક્ઝરી બસમાંની કામગીરી દરમિયાન પહેલા 50 હજાર અને ત્યારબાદ ફરું 50 હજાર એમ કુલ એક લાખ રૂપિયા મળ્યા હતા જે તેઓએ મૂળ માલિકને પરત આપ્યા હતા.લક્ઝરી બસના મુસાફરોએ ફાયર બ્રીગેડના ફાયર માર્સલોની પ્રમાણિક્તાને બીરદાવી હતી.

 • 007 વાગ્યે આગ લાગી
 • 025 મુસાફરો બસમાં હતાં
 • 008 બાળકો પણ બસમાં હતાં
 • ​​​​​​​012 હજાર લીટર પાણીનો મારો
 • 01.5 કલાક સુધી ટ્રાફિક જામ
 • 001 લાખ રોકડા મુસાફરોને પરત
 • 003 કલાક સુધી જહેમત ઉઠાવી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો