તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:કરમસદની સીમમાં ઝાડ પર પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાધો, પોલીસે તપાસ હાથ ધરી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગોકળપુરામાં દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું
  • આપઘાતનું રહસ્ય અકબંધ

કરમસદ ગામે ગોકળપુરા સીમાં આવેલાએક સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં પ્રેમીપંખીડા મૃતદેહ લડકતી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જણ થતાં વિદ્યાનગર પોલીસે ઘટનાસ્થળે પહોંતી જઇને બંનેના મૃતદેહ નીચે ઉતારીને પીએમ માટે મોકલી આપ્યા હતા.તેમજ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે. કરમસદ નજીક આવેલા ગોકળપુરા ખાતે ગુરૂવારે સવારનાં અરસામાં એક ઝાડ સાથે યુવક અને યુવતી દુપટ્ટાથી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લટકતી હાલતમાં જોવા મળતા જ લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. અને આ બાબતે વિદ્યાનગર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી.

જેથી પોલીસની ટીમ પણ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગઈ હતી.પોલીસે તપાસ કરતા મરનાર યુવક મોરડ ગામની ખોડીયારપુરાનો સુનિલભાઈ પરષોત્તમભાઇ પરમાર (ઉ.વ-25) તેમજ યુવતી વણઝારા જાતિની અને 19 વર્ષીય હોવાનુ તેમજ આપઘાત કરી જીવન ટુંકાવનાર યુવતીના પિતાનો નજીકમાં ઈંટોનો ભઠ્ઠો આવેલ હતો. બુધવારે રાત્રિના અરસામાં આ યુવક-યુવતીએ ઝાડ સાથે લટકીને આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં વિદ્યાનગર પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે મોકલી આપી અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...