આશા પર પાણી ફરી વળ્યું:નવા મંત્રીમંડળમાં ખેડાને લોટરી, આણંદની આશાનું વિસર્જન

નડિયાદ, આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અર્જુનસિંહ ચૌહાણને રૂ. 6986 કરોડથી વધારેના બજેટવાળા ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગની જવાબદારી

રાજ્યમાં નવી વરાયેલી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારમાં ચરોતર પંથકમાંથી ખેડા જિલ્લા માટે ગણેશોત્સવ ફળ્યા જેવી સ્થિતિ છે. જ્યારે આણંદ જિલ્લાના બે ભાજપી ધારાસભ્યોમાંથી એક ને મંત્રીમંડળમાં સ્થાન મળશે તેવી આશા પર પાણી ફરી વળ્યું છે. મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહને મંત્રી બનાવાયા છે, એટલું જ નહીં તેમનો કેબિનેટ સ્તરના મંત્રીમાં સમાવેશ કરાયો છે.

મોડી સાંજે કરાયેલી ખાતાની ફાળવણીમાં તેમને ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જેની સામે આણંદ જિલ્લાના બેમાંથી એક પણ ધારાસભ્યને સ્થાન મળ્યું નથી. છેલ્લે રોહિતભાઇ પટેલ મંત્રી પદે હતા.

પરંતુ 2017માં રૂપાણી સરકાર ફરીથી સત્તા પર આવ્યા બાદ જિલ્લામાંથી કોઇને સ્થાન અપાયું નહતું. અર્જુનસિંહે જે વિભાગનો કાર્યભાર સંભાળવાનો છે તેનું વાર્ષિક બજેટ અંદાજે 6986 કરોડથી વધારે છે.

અન્ય સમાચારો પણ છે...