આણંદના ગામડી ગામે ચાલી રહેલા બુલેટ ટ્રેનના કામ માટે કામદારોના પડેલા 24 હજારની કિંમતના સાધનો અજાણ્યા શખસો ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો.
આણંદના ગામડી ગામ પાસે એલ એન્ડ ટી કંપની દ્વારા બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી સંદર્ભે કેટલાક સાધનો ધ્યાને મુકવામાં આવી રહ્યાં છે. આ સાધનો પર તસ્કરોની નજર પડતાં 5મી જૂનના રોજ મોડી રાત્રે એલએન્ડટી કંપનીના લોખંડના સ્ટુલ બોક્સ 12 જે એક સ્ટુલ બોક્સનું વજન 30 કિલો કિંમત રૂ.24 હજાર થાય છે. જે ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે દીપકકુમાર મહેતાએ આણંદ શહેર પોલીસ મથકે અજાણ્યા શખસો સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.