કાર્યવાહી:જિલ્લામાં ફટાકડા વેચાણ કરતા 39 પરવાનેદારોની યાદી તૈયાર

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેવા પ્રકારની તૈયારી છે તે ચકાસવા, સાધનો વસાવવા આદેશ

આણંદ પાલિકા સામે આવેલા લક્ષ્ય ઇમ્પિરિયલ કોમ્પેલેક્ષમાં ફટાકડાની દુકાનમાં આગ બાદ સફાળા જાગેલા તંત્રે જિલ્લામાં ફટાકડા વેચવાનો કાયમી પરવાનો ધરાવતા 39 જેટલા દુકાનદારો માટે પરવાના રિન્યૂલ સહિત તકેદારીના પગલાં બાબતની તાકિદ જાહેર કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા 4 વર્ષથી કલેકટર કચેરીને બદલે હવે કાયમી પરવાનાની સત્તા પ્રાંત કચેરી, એસડીએમને સોંપવામાં આવી છે. આથી તહેવારો દરમિયાન દારૂખાનું વેચાણ કરવાનો કાયમી પરવાનો મેળવવા અરજદારે એક્સપ્લોઝિવ એકટ હેઠળ પ્રાંત કચેરી, નગર પાલિકા અને પોલીસ વિભાગમાં અરજી કરવાની હોય છે. આ તમામ સત્તાતંત્ર દ્વારા વિવિધ પ્રકારની ચકાસણી કર્યા બાદ અને પોલીસ સ્ટેશનના વિભાગીય વડાની તપાસણીની ખરાઇ કરવા વીઝીટ કર્યા બાદ અભિપ્રાય આપવામાં આવે છે. આ તમામ બાબતોની પૂર્તિ કરનાર દુકાનદારને પરવાનો આપવામાં આવતો હોય છે.

અલબત્ત આણંદની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. આણંદ જીલ્લામાં દારૂખાનાના વેચાણ માટે કાયમી પરવાનગી આપવામાં આવી જે પૈકી આણંદ શહેરમાં કુલ 11, મોગરીમાં કુલ 8, કરમસદ કુલ 3, સુરેલીમાં 2, ગોપાલપુરા 1, વાસદમાં 2 સહિત કુલ 39 માલિકોની યાદી તૈયાર કરાઈ છે. આથી તમામને આગ લાગવા જેવી ઘટના બને નહીં તે માટે ફાયરના સાધનો, એનઓસી, દારૂખાનાના કેટલો સ્ટોક રાખ્યો, પરવાનગી રિન્યુ કરી દેવી, સાવચેતીના ભાગરૂપે પુરતા પ્રમાણમાં ફાયરના સાધનો રાખવા માટે તાકીદની સાથે આદેશ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...