• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Liquor Worth 6 Lakhs Was Seized From Tampa In Borsad, Police Seized Goods Worth 11 Lakhs And Registered A Case Against Four

ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી:બોરસદમાં ટેમ્પામાંથી 6 લાખનો દારૂ ઝડપાયો, પોલીસે 11 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાર સામે ગુનો નોંધ્યો

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોરસદ શહેર પોલીસે વાહન ચેકીંગ દરમિયાન રોકેલા મિનીટ્રકમાં તપાસ કરતાં ગુપ્ત ખાનામાં છુપાવેલો 6.42 લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. આ અંગે પોલીસે કુલ ચાર શખસ સામે ગુનો નોંધી ટેમ્પા સહિત કુલ 11.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બોરસદ શહેર પોલીસ રવિવારની રાત્રે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, કથ્થઇ જેવા કલરના બંધ બોડીના આઈશર ટેમ્પા નં.જીજે 34 ટી 2064માં ગુપ્ત ખાનુ બનાવી તેમાં વિદેશી દારૂ ભરી વાસદ તરફથી તારાપુર તરફ સિક્સ લેઇન રોડ માર્ગે જઇ રહ્યું છે. આ બાતમી આધારે પોલીસની ટીમે સિક્સ લાઇન હાઈવે પર વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી હતી. દરમિયાનમાં બાતમી વાળી ટેમ્પો આવતા તેને રોકવા ઇશારો કર્યો હતો. જોકે, ચાલકે ટેમ્પો રોકયો નહોતો અને પુરપાટ ઝડપે ભગાડી ગયો હતો.આથી, પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતા તે કિસ્મત કાઠીયાવાડી હોટલ નજીક રોડની બાજુમાં મુકી ચાલક ભાગી ગયો હતો.

આથી, પોલીસે ટેમ્પાનો કબજો લઇ તેમાં તપાસ કરતાં ગુપ્ત ખાનુ મળી આવ્યું હતું. જેમાં વિદેશી દારૂની 5160 બોટલ કિંમત રૂ.6,42,960 મળી આવી હતી. મીનીટ્રકમાં તપાસ કરતાં માલીક તરીકે લલીતસીંગ ઓનરસીંગ સારંગદેવોત (રહે.છોટા ઉદેપુર) હોવાના દસ્તાવેજો મળી આવ્યાં હતાં. આથી, પોલીસે આઈશર ટેમ્પો અને વિદેશી દારૂ મળી કુલ રૂ.11.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પા ચાલક, માલીક લલીતસીંગ સારંગદેવોત, મુદ્દામાલ ભરી આપનાર અને મુદ્દામાલ મંગાવનાર સહિત ચાર શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...