તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓક્સિજનની અછત:વિદ્યાનગરના ઓક્સિજન પ્લાન્ટમાં લિકવીડનો સ્ટોક ખલાસ, 12 હોસ્પિટલો પર તોળાતો ખતરો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાનગર પ્લાન્ટમાં હજુ 14 કલાક સુધી ઓકસીજનનું ઉત્પાદન નહીં થઇ શકે
  • ચરોતરની 12 હોસ્પિટલો ઓકસીજન પુરો પાડવામાં આવતો હતો

વિદ્યાનગર ગેસ એજન્સીમાં ઓકસીજન બનાવવાનું લીકવીડ પુરૂ થતાં પહેલા તંત્રને જણ કરવામાં આવી હતી.તેમ છતાં હજુ સુધી કોઇ વ્યવસ્થા થઇ નથી.તેના કારણે અમે જાતે આણંદથી જામનગરની ફેકટરીમાં લીકવીડ માટે ટેન્કર મોકલવામાં આવ્યું છે.જે પહોંચી ગયું છે. પરંતુ ફેકટરી બહાર વેઇટીંગમાં છે.જેથી ત્યાં ભરાયા બાદ 14 થી 15 કલાકમાં લીકવીડ એજન્સી પહોંચશે.ત્યાં સુધી ઉત્પાદન થઇ શકે તેમ નથી.- અકબરભાઇ, વિદ્યાનગર, ગેસ એજન્સી

વિદ્યાનગર ગેસ એજન્સી દ્વારા આણંદ સિવિલ, વાસદ હોસ્પિટલ, ખેડા સિવિલ, અશ્વિની હોસ્પિટલ, સહાદત હોસ્પિટલ સહિત 12 હોસ્પિટલમાં દૈનિક 6 ટન ઓકસીજન પુરો પાડતા હતો. પરંતુ 30 કલાક ઉત્પાદન ન થઇ શકતા હોસ્પિટલો દ્વારા કામ ચલાઉ અન્ય જગ્યાએ ઓકસીજનની વ્યવસ્થા કરીહતી.પરંતુ આજ રાત સુધીમાં લીકવીડ ન મળ તો ઓકસીજન અવ્યવસ્થા સર્જાવવાની સંભાવના રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...