આપદા:દોઢ માસમાં પાંચમીવાર લાઇન લીકેજ, એક લાખ આણંદવાસીને પાણી ન મળ્યું

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરસદ બ્રિજ નીચેની લાઇન શિફ્ટ કરતી વેળા ભંગાણ સર્જાયું

આણંદ બોરસદ ચોકડી પાસે ઓવર બ્રિજની કામગીરીના પગલે શહેરની મુખ્ય લાઇનનું કામ દોઢ માસથી માથાના દુ:ખાવા સમાન બની ગયું છે. ગત 27મી સપ્ટેમ્બરે મોટી લાઇનમાં ભંગાણ થતાં 3 દિવસ અડધુ શહેર તરસ્યું રહ્યું હતું. દરમિયાન સોમવારે રાત્રે દોઢ માસમાં 5મીવાર લાઇનમાં લીકજ થતાં 1 લાખથી વધુ લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો અવાર નવાર કરવો પડ્યો હતો.

સોમવાર રાત્રે નવી પાઇપ લાઇનના જોડાણ ટાણે મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે મંગળવાર સવારે 55 હજાર નળ કનેક્શનમાં પાણી ન આવતાં 1.20 લાખ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. મંગળવાર બપોરે સમારકામ કર્યા બાદ સાંજે પુનઃ લિકેઝ થતાં લોટિયા ભાગોળ સહિત આજુબાજુના વિસ્તારમાં સાંજે પણ પાણી પુરવઠો પૂરો પડાયો ન હતો પાલિકાએ જણાવ્યું હતું કે બુધવાર સાંજ સુંધીમાં સમારકામ કરી ગુરુવાર સવારથી રેગ્યુલર પાણી અપાશે.

અન્ય સમાચારો પણ છે...