તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગાહી:ચરોતર પંથકમાં આગામી બે દિવસમાં હળવોથી ભારે વરસાદ પડવાની વકી

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક સાથે બે સિસ્ટમ સક્રિય થઇ હોવાથી આ વર્ષે ચોમાસું 8 દિવસ વહેલું

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યારે બુધવારે આણંદ શહેર સહિત પંથકના વાતાવરણમાં મોડી સાંજે એકા-એક પલટો આવ્યો હતો. જેને લઈને સમગ્ર પંથકમાં કાળા ડિબાંગ વાદળો છવાતાં વરસાદી માહોલ સર્જાયો હતો. જો કે, રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચરોતર પંથકમાં અગામી 11 અને 12 જૂન દરમિયાન કેટલીક જગ્યાએ હળવા થી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં એક સાથે બે એક્ટિવીટી શરૂ થઈ છે. જેને લઈને આ વખતે ચોમાસું પોતાના નિર્ધારીત સમય કરતાં 8 દિવસ વહેલું આવ્યું છે. જેના ભાગરૂપે 12 અને 13 જૂનના રોજ આણંદ -ખેડા સહિત મધ્ય ગુજરાતના કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી જાહેર કરાઈ છે. આમ બુધવારે આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાનો પારો 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનો પારો 28 ડિગ્રી નોધાયો હતો. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81 ટકા નોધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...